કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

ઢુવામાં વેગેનારમાં દારૂ લઈ જતો ઝડપાયો

લિંબાળાની ધાર પાસે જીનપરાનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો
કોઠારીયામાં હીરો ચાલક ખોળામાં કપડાના પોટલામાં દેશી દારૂ સાથે પકડાયો

વાંકાનેર: શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અંગેના કુલ ચાર ગુન્હા નોંધાયા છે, જેમાં (1) કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે (2) ઢુવામાં વેગેનારમાં દારૂ લઈ જતા (3) કોઠારીયામાં હીરો ચાલક ખોળામાં કપડાના પોટલામાં દેશી દારૂ સાથે પકડાયો છે અને (4) લિંબાળાની ધાર પાસે જીનપરાનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો હતો…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામના અર્જુનસિંહ ગિરિરાજસિંહ ઝાલા (ઉ.24) પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબજામા અલગ અલગ પ્લાસ્ટીકના ઝબલામા ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ. ની અલગ અલગ બ્રાંડની કંપની સીલ પેક કુલ બોટલો નંગ-૨૨ કિં.રૂ. ૧૫,૨૭૫/- તથા ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ. ની અલગ અલગ બ્રાંડની કંપની સીલ પેક કુલ બોટલો નંગ-૨૦૨ કિં.રૂ.૨૫, ૨૫૦/- એમ કુલ કિ.રૂ. ૪૦,૫૨૫/- નો મુદામાલ પોતે વેચાણ કરવાના ઇરાદે કબજામાં રાખી કણકોટ ગામ સમશાનની બાજુમાં ક્રિષ્ના પાનની પાછળ આરોપી હાજર મળી આવતા ગુન્હો-પ્રોહી કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬-(બી), મુજબ નોંધાયો છે….
બીજા બનાવમાં સુખાભાઈ સવજીભાઈ અઘારા (ઉ.31) રહે.વગડીયા રોડ બોડી ધાર સમ્રાટ પોટ્રી થાન, ગામ, થાનગઢ, તા. થાનગઢ, જી, સુરેન્દ્રનગર,વાળા પોતાના હવાલાવાળી મારૂતી સુજુકી કંપનીની વેગેનાર કાર રજી.નંબર GJ-13-CE-8606 કિ રૂ. ૩,૦૦,૦૦૦/- વાળીમાં ગે, કા. પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ જેવું કેફી પ્રવાહી લીટર-૧૦૦ કી.રૂ.૨૦,૦૦૦/- નો હેરાફેરી કરી કુલ કિ.રૂ.૩ ,૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે ઢુવા હાઇવે સનકોર ટાઇલ્સ શો રમ પાસે રેઇડ દરમ્યાન પકડાઈ જતા મળી આવતા ગુન્હો.પ્રોહી એકટ કલમ ૬૫(ઈ), ૯૮(૨) મુજબ નોંધાયો છે….
ત્રીજા બનાવમાં કોઠારીયાના અરવિંદભાઈ જેસાભાઈ જખાનિયા (ઉ.28) વાળા પાસપરમીટ કે આઘાર વગર પોતાનાં કબ્જા ભોગવટા વાળા હીરો એચ,એફ, ડીલક્સ મો.સા. રજી, નં,GJ-36-BA-7624 કિ.રૂ.૫ ૦,૦૦૦/- વાળાના ચાલકના ખોળામા કપડાનુ પોટલુ રાખેલ જેમા પ્લા.ના બે બાચકામાં કેફી પ્રવાહી દેશીદારૂ લીટર-૧૫ કી,રૂ,૩૦૦૦/- નો વેંચાણ અર્થે રાખી હેરાફેરી કરી નીકળતા કુલ કિ.રૂ. ૫૩,૦૦૦/- ના મુદામાલ સાથે કોઠારીયા પાણીના ટાંકા પાસેથી મળી આવતા ગુન્હો પ્રોહીબીશન એકટની કલમ ૬૫(એ)(એ), ૯૮(૨) મુજબ નોંધાયો છે…
ચોથા બનાવમાં લિંબાળાની ધાર પાસે વાંકાનેર જીનપરા ગૌશાળા પાછળ રહેતો અજય રવજીભાઈ બારૈયા ઈંગ્લીશ દારૂના ચપલા સાથે ઝડપાયો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!