યુવાન અગાભી પીપળીયા ગામનો રીક્ષા ડ્રાઇવર
ભીમ અગીયારસે તેડવા રાજાવડલા ગયેલ
પત્ની પરત નહીં આવતા માઠું લાગી ગયું
વાંકાનેર: તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતાં યુવાને એસિડ પી લેતાં સારવાર માટે વાંકાનેર અને અહીંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી છે.




જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતાં હરેશ પ્રવિણભાઇ ઉકેડીયા (ઉ.વ.૨૩) નામના યુવાને રાતે અગીયારેક વાગ્યે એસિડ પી લેતાં સારવાર માટે વાંકાનેર અને અહીંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી છે. હરેશ ચાર બેહનનો એકનો એક નાનો ભાઇ છે અને રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક દિકરી છે. હરેશના પત્નિ ડીમ્પલબેન પતિ-પત્નિ વચ્ચે બોલાચાલી થતાં અઠવાડીયાથી રાજાવડલા ગામે માવતરે જતી રહી હોઇ ગઇ કાલે હરેશ ભીમ અગીયારસ હોઇ તેણીને તેડવા ગયો હતો. પણ ત્યાં ફરીથી બોલાચાલી થતાં તેને માઠુ લાગી જતાં પરત પોતાની ઘરે આવ્યા બાદ રાતે એસિડ પી લીધું હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી..

