નાયબ જિલ્લા વિકાસ અધિકારીની પણ બદલી
વાંકાનેર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી હિતમાં ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 સંવર્ગમાં ફરજ બજાવતા 144 અધિકારીઓની સાગમટે બદલી અને નવી નિમણૂકના આદેશ કરવામાં આવ્યા છે. આ બદલીના દોરમાં મોરબી જિલ્લામાં પણ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની નિમણૂક અને આંતરિક બદલીઓ કરવામાં આવી છે.



વાંકાનેર પ્રાંત અધિકારી: દેવભૂમિ દ્વારકાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) પૃથ્વીરાજસિંહ એ. ગોહિલની બદલી વાંકાનેરના પ્રાંત અધિકારી તરીકે કરવામાં આવી છે.
મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO): મુંદ્રા (કચ્છ) ના પ્રાંત અધિકારી બી. એચ. ઝાલાની બદલી મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કરવામાં આવી છે.
મોરબીથી કચ્છ બદલી: મોરબીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ સી. ભટ્ટની બદલી કચ્છ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કરવામાં આવી છે.

