કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ખીજડીયામાં દારૂની ભઠ્ઠી પકડતી તાલુકા પોલીસ

ખીજડીયામાં દારૂની ભઠ્ઠી પકડતી તાલુકા પોલીસ

ત્રણ આરોપી સામે ગુન્હો નોંધાયો

રાતાવીરડાનો શખ્સ નશો કરી કાર ચલાવતા પકડાયો

વાંકાનેર: તાલુકાના ખીજડીયા ગામથી ધિયાવડ જતા રસ્તે પોલીસ ખાતાએ દરોડો પાડતા દેશી દારૂ ગાળવાનો ઠંડો આથો, દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કી.રૂ.૩૨,૩૫૦/ના મુદ્દામાલ કબ્જે કરેલ છે, બીજા બનાવમાં રાતાવીરડા શખ્સ કેફીપીણું પીધેલ હાલતમાં સ્વીફટ ગાડી વીરપર ગામની સીમ એડોરેસન સીરામીક કારખાના પાસે રોડ પર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો નોંધાયો છે….

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામનો શૈલેષભાઇ ભુપતભાઈ સોલંકી રહે. ખીજડીયા ગામથી ધિયાવડ જતા રસ્તે મોગલમાના મંદિરની બાજુમાં પોતાના રહેણાક મકાન પાછળ ખુલ્લામાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવે છે, તેવી બાતમી મળતા પોલીસ ખાતાએ દરોડો પાડતા દેશી દારૂ ગાળવાનો ઠંડો આથો લીટર-૫૦૦ કિ.રૂ. ૧૨,૫૦૦/ તથા દેશી દારૂ લીટર-૮૦ કિ.રૂ. ૧૬,૦૦૦/ તથા ભઠ્ઠીના સાધનો કી.રૂ.૩૮૫૦/ મળી કુલ કી.રૂ.૩૨,૩૫૦/ના મુદ્દામાલ રેઈડ દરમ્યાન પકડાઈ જઈ ગુન્હો કરવામા એક બીજાને મદદગારી કરી ગુન્હો પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(ઇ)(એફ), ૮૧ મુજબ નોંધાયો છે. આરોપીઓના નામ નીચે મુજબ છે…
(1) દિપકભાઇ ભુપતભાઈ સોલંકી (ઉ.25) (2) અજયભાઈ સોમાભાઈ સોલંકી (ઉ.25)
(3) શૈલેષભાઇ ભુપતભાઇ સોલંકી (ઉ.22)
કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના આર્મ પો.કોન્સ. શક્તિસિંહ દીલીપસિંહ પરમાર, એ.એસ.આઇ જીતેન્દ્રકુમાર અધારા તથા પો કોન્સ સાંમતભાઇ છુછીયા દ્વારા કરવામાં આવી હતી.

રાતાવીરડાનો શખ્સ નશો કરી કાર ચલાવતા પકડાયો
બીજા બનાવમાં ભાનુભાઈ લાલજીભાઈ કુણપરા (ઉ.વ.૩૮) રહે. રાતાવીરડા વાળો ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફીપીણું પીધેલ હાલતમાં મારૂતી સુઝુકી કંપનીની સ્વીફટ ગાડી રજી નંબર. GJ 36 AJ 6096 કર્કી.રૂ.૩,૦૦,૦૦૦/- વીરપર ગામની સીમ એડોરેસન સીરામીક કારખાના પાસે રોડ પર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫,૧૮૧,૩ તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોંધાયો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!