કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરમાં જવેલર્સ દુકાનમાંથી સોનાની બુટીની ચોરી

વાંકાનેરમાં જવેલર્સ દુકાનમાંથી સોનાની બુટીની ચોરી

સણોસરામાં યુવાને ઝેરી દવા પી લેતા મરણ

શક્તિપરામાં જુગાર રમતા ત્રણ પકડાયા

આંબેડકરનગરના પ્રૌઢનું હાર્ટએટેકથી મોત
20 વર્ષીય યુવતીએ દવા પીધી
સિંધાવદરના યુવાનને મારા મારીમાં ઇજા

વાંકાનેર: મેઈન બજારમાં આવેલ જ્વેલરી દુકાનમાં દુકાનદારની નજર ચૂકવી એક મહિલા અને પુરુષ રૂ ૮૧,૪૦૦ ની કિમતની સોનાની બુટી ચોરી કરી ગયા હતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે બીજા બનાવમાં રાજકોટ તાલુકાના સણોસરા ગામે રહેતાં ઇમિટેશનના વેપારી યુવાને ગામના વાડી વિસ્તારમાં જઇ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. ઝેર પીધા બાદ તેણે પિતા, ભાઇ અને બહેનને ફોન કરી જાણ કરતાં બધા ત્યાં દોડી ગયા હતાં અને તેને સારવાર માટે ખસેડેલ. પરંતુ જીવ બચ્યો નહોતો. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપસા યથાવત રાખી હતી. ત્રીજા બનાવમાં વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે આવેલ ભારત પેટ્રોલપંપની ઓફિસમાં એક પ્રૌઢને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા

જવેલર્સ દુકાનમાંથી સોનાની બુટીની ચોરી
જાણવા મળ્યા મુજબ રાજકોટના ખોરાણા ગામે રહેતા કાનભાઈ જોધાભાઇ ડાભી (ઉ.વ.૪૯) વાળાએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ ઓગસ્ટના સવારના ૧૧ થી ૧૧ : ૩૦ વાગ્યા દરમિયાન ફરિયાદીની વાંકાનેર મેઈન બજારમાં હીરા પના કોમ્પ્લેક્ષ બાજુમાં આવેલ દ્વારકાધીશ જવેલર્સ દુકાનમાં એક મહિલા અને પુરુષ આવી નજર ચૂકવી સોનાની બુટી વજન ૫ ગ્રામ ૧૯૦ મિલી કીમત રૂ ૮૧,૪૦૦ ની ચોરી કરી નાસી ગયા હતા વાંકાનેર સીટી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
સણોસરામાં યુવાને ઝેરી દવા પી લેતા મરણ 
જાણવા મળ્યા મુજબ સણોસરા રહેતાં અમિતભાઈ નારણભાઇ અજાણી (ઉ.વ.૪૨) નામના યુવાને વાડી વિસ્તારમાં જઇ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનારા અમિતભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. તેમને સંતાનમાં એક દિકરો છે જે બારમું ધોરણ ભણે છે. અમિતભાઇ ઘરે બેઠા ઇમિટેશનનું અને દાગીનામાં મીના પુરવાનું કામ કરતાં હતાં.
સગાના કહેવા મુજબ ગઇકાલે અમિતભાઇ વાડી વિસ્તારમાં ગયા બાદ ઝેર પી લીધુ હતું અને પિતા નારણભાઇ, ભાઇ ભરતભાઇ અને બહેનને ફોન કરી પોતે દવા પી લીધાની જાણ કરી હતી. આ જાણ થતાં જ પરિવારજનો દોડી ગયા હતાં અને તત્કાળ તેને સારવાર માટે રાજકોટ ખસેડયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. સગાએ કહ્યું હતું કે આપઘાત કરવો પડે તેવુ કોઇ દેખીતું કારણ હતું નહિ. આ પગલુ શા માટે ભર્યું? તેનાથી અમે પણ અજાણ છીએ. પોલીસે આ અંગેની તપાસ યથાવત રાખી છે.
શક્તિપરામાં જુગાર રમતા ત્રણ પકડાયા 
હસનપર શક્તિપરા કાર્તિક સ્વામીના મંદિર સામેના ભાગમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા આડપેરમાલ કરુણાનિધિ મદ્રાસી (ઉ.33), આદિમુલમ પરણીભાઈ મદ્રાસી (ઉ.28) અને નારાયણ કરુણાનિધિ મદ્રાસી (ઉ.22) રહે. બધા શક્તિપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,530 થી રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
આંબેડકરનગરના પ્રૌઢનું હાર્ટએટેકથી મોત 
જાણવા મળ્યા મુજબ વાંકાનેરના આંબેડકરનગર શેરી નંબર-૫ માં રહેતા ૪૪ વર્ષીય અશોકભાઇ અમુભાઇ સીતાપરા જીનપરા જકાતનાકા પાસે આવેલ ભારત પેટ્રોલપંપની ઓફિસમાં હતા. તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
20 વર્ષીય યુવતીએ દવા પીધી
વાંકાનેરની નાઈન એવન્યુ સોસાયટીમાં રહેતા પરીવારની નિયતીબેન સંજયભાઈ મહેતા (ઉ.20) નામની યુવતી કોઈ કારણસર દવા પી ગયેલ હોય સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવી હતી.
સિંધાવદરના યુવાનને મારા મારીમાં ઇજા
વાંકાનેરના સિંધાવદર ગામે રહેતા વિજયભાઈ રઘુભાઈ (45)ને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે લઇ ગયા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!