કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ચાલીને જતા વૃદ્ધ પાસેથી થેલો ઝુંટવી ગયા

ચાલીને જતા વૃદ્ધ પાસેથી થેલો ઝુંટવી ગયા

વૃદ્ધે થેલામાં રહેલ રૂપિયા ગુમાવ્યા

પોલીસ ખાતાની આબરૂના ધજાગરા

પોલીસની બીક ઓસરી ગઈ હોય તેમ પોલીસ સ્ટેશનથી થોડે દૂર ધમધમતા રોડ પર ધોળા દિવસે બનેલી ઘટના
વાંકાનેરમાં ચાલતા વાહનો પૈકી લગભગ 20 ટકા વાહનોમાં વાહન પાછળની નંબર પ્લેટ હોતી નથી: ગુન્હેગારો છટકી જાય છે

વાંકાનેર: મોરબીના એક વૃદ્ધ ચાલીને વાંકાનેર જીનપરા જકાતનાકાથી દાણાપીઠ તરફ જતા હતા તે વખતે રસ્તામાં ત્રણ અજાણ્યા શખ્સો હાથમાં રહેલ થેલાની માંગણી કરતા ફરીયાદીએ થેલો આપવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદીને ઘેરી લઇ થેલો જુટવવા ઝપાઝપી કરી નિચે પાડી દઈ થેલામાં રહેલ પાકીટમાં રાખેલ આસરે રુપીયા ૩૦૦૦/- તથા ઓળખ કાર્ડ તથા અન્ય ડોક્યુમેંટ સાથે થેલો જુંટવી લઇ ગયાની ફરિયાદ થઇ છે. પોલીસ ખાતાની બીક ઓસરી ગઈ હોય તેમ પોલીસ સ્ટેશનથી થોડે દૂર ધમધમતા રોડ પર બનેલી આ ઘટનાથી પોલીસની આબરૂના ધજાગરા ઉડયા છે, વાંકાનેરમાં ચાલતા વાહનો પૈકી લગભગ 20 ટકા વાહનોમાં વાહન પાછળની નંબર પ્લેટ હોતી નથી, જેથી ગુન્હો કે એક્સીડંટ કરી ભોગ બનનાર નંબર લઇ શકતા નથી, અને ગુન્હેગારો આસાનીથી છટકી જાય છે. બનેલ આ બનાવમાં પણ આવું જ બન્યું છે. પોલીસ ખાતાએ આવા વાહનો સામે ઝુંબેશ ચલાવવાની જરૂર છે..

જાણવા મળ્યા મુજબ હરીલાલ નાનજીભાઈ વિડજા (ઉ.વ.૭૯) રહે, રવાપર રોડ, ક્રિષ્ણા સ્કુલની સા મે, ડી-૭૦૧, વેલકમ પ્રાઇડ, મોરબી વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૦/૦૭/૨૦૨૬ ના પોતે વાંકાનેર જીનપરા જકાતનાકા ખાતેથી ચાલીને બસ સ્ટેશન બાજુ જતા હતા, તે વખતે વાંઢા લિંબડા ચોક અને અને લક્ષ્મીપરા ચોકની વચ્ચે સાંજના સવા ચારેક વાગે એક બાઇક લઈને મોઢા પર રુમાલ બાંધેલ ત્રણ ઇસમો ફરિયાદી પાસે આવેલ, જેમાંથી એક ઇસમે કાળા કલરનો શર્ટ અને બીજા ઇસમે લાલ કલરનો શર્ટ અને ત્રીજા ઇસમે સફેદ કલરનો ડિઝાઇન વાળો શર્ટ પહેરેલ હતો. આ ત્રણેય ઇસમોએ હાથમાં રહેલ થેલો આપી દેવાનું કહેલ, થેલો આપવાની ના પાડતા તેઓએ ફરિયાદીને ઘેરી લઇ ઝપાઝપી કરી ધકો મારી નિચે પાડી દિધેલ અને થેલો ઝુંટવી લઈ પોતાના બાઇક સાથે ત્રણેય ઇસમ પુલ દરવાજા તરફ નાશી ગયેલ,
ફરિયાદીએ બાઇકનો નંબર જોવાનો પ્રયત્ન કરેલ, પરંતુ તેના બાઇકના પાછળના ભાગે નંબર પ્લેટ લગાવેલ ન હતી. બેગમાં કપડા અને આસરે ૩૦૦૦/- જેટલા રુપીયા ભરેલ પાકીટ હતુ તેમજ એસ.ટી.નુ ઓળખકાર્ડ તથા અન્ય ડોક્યુમ્નેટ હતા. ફરિયાદી તેના બાઇકની પાછળ દોડેલ પરંતુ તેઓ નાશી ગયેલ, પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ-૩૦૯(૪),૫૪,૩(૫) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે,

Content Copying Forbidden !!

error: Content is protected !!