લોકોએ સાવચેત રહેવું
નજીકના વિસ્તારમાં રહેતા નાગરિકોમાં ભય
વાંકાનેર: અહીં શહેર નજીક આવેલા ગઢિયા ડુંગરમાં હરિહર ગૌશાળામાં દીપડો આવી ગયો હતો અને એક વાછરડીનું મારણ કર્યું હતું.



મયાભાઇ રાજગોરના જણાવ્યા અનુસાર આજે વાંકાનેર ગઢિયામાં હરિહર ગૌશાળામાં દીપડો આવી ગયો હતો અને વાછરડીનું મારણ કર્યું હતું, આ બનાવથી પશુપાલકો અને નજીકના વિસ્તારમાં રહેતા નાગરિકોમાં ભય ફેલાયો છે આ અંગે ફોરેસ્ટ ખાતાને જાણ કરતા સંબંધિત અધિકારીએ બનાવ સ્થળની મુલાકાત લીધી હતી અવર-જવર કરતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે…

