૧૧ વર્ષથી નાસતો ફરતો હતો
માટેલનો યુવાન કેફીપીણું પીને બાઈક ચલાવતા પકડાયો
રેલ્વે સ્ટેશન પાસે બાઈક હડકેટે મહિલાને ઇજા
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લા ખાતેથી ઝડપી પાડ્યો છે.



નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસ ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે તપાસ હાથ ધરીને મૂળ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નાગલા ગામના વતની અને હાલ ડ્રાઇવિંગનું કામ કરતા ૩૦ વર્ષીય આરોપી મુસ્લિમખાન ઉર્ફે સાહાબુદીનખાનને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના રામટેક આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી લાંબા સમયથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ વિસ્તારોમાં ડ્રાઇવર તરીકે કામ કરીને પોલીસ પકડથી બચતો ફરતો હતો. આરોપીને કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.
માટેલનો યુવાન કેફીપીણું પીને બાઈક ચલાવતા પકડાયો
માટેલ રોડ પર આશીષભાઈ મુકેશભાઈ જાખલીયા (ઉ.21) રહે. માટેલ વાળાને પોલીસ ખાતાએ કેફીપીણું પીધેલ હાલતમાં હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા રજી નંબર GJ-36-AS-8224 કી.રૂ.૨૦,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૧૮૧,૩ તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોંધ્યો છે…
રેલ્વે સ્ટેશન પાસે બાઈક હડકેટે મહિલાને ઇજા
વાંકાનેર: અહીં રેલ્વે સ્ટેશન પાસે બાઈક હડકેટે ઇજા થતા રમીલાબેન (ઉ.૪૦) રહે. વણોજ જી. બહુચરાજી વાળાને ઈજા થઈ હોય મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

