આરોપીને શંકાનો લાભ મળ્યો
વાંકાનેર: મોરબીમાં આવેલ વ્રજ સિરામિકમાં કામ કરતા આ કામના ફરીયાદીએ પોતાની ૧૬ વર્ષ ૫ માસની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬(ર)(જ)(એન), તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૨)(પ), ૩(૨)(પ-એ), ૩(૧)(ડબલ્યુ)(આઇ) તથા પોક્સો એક્ટની કલમ- ૪, ૬ તથા ૧૮ મુજબની ફરીયાદ નોંધાવેલી હતી.

જે કામે આ કામના આરોપી રમેશકુમાર નાનુરામ યાદવની મોરબી તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ જે કેસ ચાલી જતા મોરબીના સ્પેશિયલ પોકસો અદાલતે આ કામના આરોપીને ઉપરોકત ગુન્હાના કામ સબબ નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.
આ કેસ ચાલી જતા આ કામમાં ફરીયાદ પક્ષ તરફથી કુલ-૮ સાહેદોને તપાસવામાં આવેલ તેમજ ૨૯-ડોકયુમેન્ટરી પુરાવાઓ રજુ કરવામાં આવેલ આ કામમાં અતિ મહત્વના મળતા સાહેદ એટલે કે ભોગ બનનારની કોર્ટ સમક્ષ જુબાનીમાં બનાવની હકીકતને સમર્થનકારીક જુબાની આપેલ, પરંતુ બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી ઉલ્ટ તપાસમાં બનાવથી વિપરીત હકીકત રેકર્ડ પર આવેલ તથા ઘણો બધો વિરોધાભાસ રહેલ હોય તેમજ તેમની જુબાની શંકાશીલ હોય તેમજ આરોપી સાથે સગીરાનું અપહરણ કરીદુષ્કર્મ કરવાનું તહોમતનામું ફરમાવવામાં આવેલ હતું.
સરકારપક્ષ તરફથી તેને સાબીત કરવા માટે તપાસવામાં આવેલા સાહેદોની જુબાનીમાં બચાવપક્ષ તરીકે ઉલટતપાસમાં જે વિરોધાભાસ કોર્ટના રેકર્ડ પર લાવેલ જેથી સરકારપક્ષ પોતાનો કેસ શંકારહિત સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ હોય અને બચાવ પક્ષ તરફે રોકાયેલા એડવોકેટએ કરેલ રજુઆતો તેમજ વડી અદાલતના રજૂ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઈ આ કામના આરોપી રમેશકુમાર નાનુરામ યાદવને સ્પે. પોક્સો કોર્ટના જજએ શંકાનો લાભ આપી સદરનું ગુન્હામાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામમા આરોપી વતી એડવોકેટ કલ્પનાબેન એસ. બજાણી તથા યુવા એડવોકેટ રવિભાઈ કોબિયા તથા આસિસ્ટન્ટ નિશા શખનપરા રોકાયેલા હતા…

