કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાજાવડલાની પાણી-રસ્તાની સમસ્યા ઉકેલાશે

રાજાવડલાની પાણી-રસ્તાની સમસ્યા ઉકેલાશે

ધારાસભ્ય જીતુ સોમાણીએ પાકા રસ્તા માટે ગ્રાન્ટ ફાળવી

વાંકાનેર-કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રાજાવડલા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનો સાથે બેઠક યોજી તેમની સમસ્યાઓ સાંભળી હતી.

ગ્રામજનોએ મુખ્યત્વે પાકા રસ્તાઓની માંગણી કરી હતી. ધારાસભ્ય સોમાણીએ સ્થળ પર જ પાકા રસ્તાઓ બનાવવા માટે રૂપિયા 4.40 લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત, ગ્રામજનોએ અનિયમિત પાણી પુરવઠા અંગે પણ રજૂઆત કરી હતી. જેના પગલે ધારાસભ્ય સોમાણીએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને પાણી નિયમિત રીતે પૂરૂં પાડવા સૂચના આપી હતી.
ધારાસભ્ય દ્વારા તાત્કાલિક સમસ્યાઓના નિરાકરણ માટે કરાયેલા પ્રયાસોને ગ્રામજનોએ આવકાર્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!