કોર્ટે જેલહવાલે કર્યો
વાંકાનેર: મોરબી-હળવદ હાઈવે ઉપર આવેલ ઘુંટુ ગામેથી ગત ફેબ્રુઆરી માસમાં સગીરાનુ અપહરણ થયેલ હતુ. જે અંગે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે અપહરણ-પોકસો મુજબ ગુનો નોંધાયો હતો.




જે બનાવમાં સંડોવાયેલ ઈસમ શુભમ કૈલાસભાઈ આહિરવાલ (20) રહે. રાજગઢ, જી. મધ્યપ્રદેશ ભોગ બનેલ સગીરાની સાથે વાંકાનેર નજીકના ઢુવા ખાતેથી મળી આવ્યો હતો. જેથી શુભમ આહિરવાલની ધરપકડ કરીને પીઆઈ ઘેટીયાએ કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા તેને જેલહવાલે કરવા હુકમ કરાતા શુભમને જેલહવાલે કરાયો હતો.
તેમજ વાંકાનેરના રાતડીયા ગામના ધુનાબેન છનાભાઈ મેર ઘરે ઝેરી દવા પી ગયા હોય સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા…

