કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ બિનહરીફ

વાંકાનેર તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ બિનહરીફ

મૂળ કણકોટ ગામના વતની

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આગામી ટર્મ માટે પ્રમુખની વરણી કરવામાં આવી. જેમાં તાલુકા શાળા નંબર 3 વાંકાનેરના આચાર્યશ્રી બાદી નજરૂદ્દીન ઉસ્માનભાઈની વરણી કરવામાં આવેલ છે.

નઝરુદ્દીનભાઈ મૂળ કણકોટ ગામના વતની છે અને અગાઉ પીપળીયા રાજ પેટા શાળા- 2 માં આચાર્ય તરીકે તથા તાલુકા શાળા- 3 માં સી.આર.સી કોઓર્ડીનેટર તરીકે અને હાલમાં તાલુકા શાળા નંબર- 3 ના આચાર્ય તરીકે સેવા આપી રહ્યા છે .

શિક્ષણ ક્ષેત્રે ખૂબ નિષ્ઠાથી કાર્યકર્તા અને શિક્ષકોના વિવિધ કામોમાં પોતાનું યોગ્ય માર્ગદર્શન, સહકાર અને સલાહ આપતા. તાલુકા શાળા અને તાલુકા પંચાયત શિક્ષણ શાખામાં પોતાને આપવામાં આવતી વિવિધ કામગીરીઓ ખૂબ નિષ્ઠાથી કરી રહ્યા છે, ત્યારે વાંકાનેર તાલુકાના તમામ શિક્ષકોએ પોતાના નેતા તરીકે બિનહરીફ  નિમણૂક કરેલ છે.

આ તકે નઝરૂદ્દીનભાઈને શિક્ષણ જગત અને અન્ય એમના મિત્ર વર્તુળમાંથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!