કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ચિત્રાખડા ગામે ખનીજચોરો વિરુદ્ધ કામગીરી

ચિત્રાખડા ગામે ખનીજચોરો વિરુદ્ધ કામગીરી

૪૫ લાખનો મુદામાલ જપ્ત

ભાટિયા સોસાયટીમાંથી ગાંજો મળ્યો

વાંકાનેર: તાલુકામાં ખનીજચોરો વિરુદ્ધ સતત કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ચિત્રાખડા ગામે શીતળા માતાજી મંદિર પાસે ગેરકાયદે ખનીજ ખનન કરતા માફિયાઓ સામે કામગીરી કરી પોલીસે રૂ ૪૫ લાખનો મુદામાલ કબજે લીધો છે

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી કે ચિત્રાખડા ગામે શીતળા માતજી મંદિર બાજુ વાળા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજનું ખનન કરવામાં આવી રહ્યું છે જે બાતમીને પગલે પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમે સંયુક્ત ટીમ બનાવી રેડ કરી હતી સ્થળ પરથી ટીમે હિટાચી કંપનીનું એક્સેવેટર કીમત રૂ ૪૫ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

ભાટિયા સોસાયટીમાંથી ગાંજો મળ્યો
વાંકાનેરની ભાટિયા સોસાયટીના મકાનમાં રેડ કરી મોરબી એસઓજી ટીમે આરોપી વસીમ ઉર્ફે લાલો રફીક બ્લોચના મકાનમાં વનસ્પતિ જન્ય માદક પદાર્થનો જથ્થો હોવાની બાતમીને આધારે ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી ગાંજાનો જથ્થો ૯૩૫ ગ્રામ કીમત રૂ ૪૬,૭૫૦ નો જથ્થો મળી આવતા આરોપીને ઝડપી લીધો હતો જે જથ્થો આરોપી સોહિલ પઠાણ રહે મોરબી વાળા પાસેથી વેચાણ કરવા માટે લાવ્યાની કબુલાત આપી હતી એસઓજી ટીમે આરોપી વસીમ બલોચને ઝડપી લઈને ગાંજો અને મોબાઈલ સહીત ૫૧,૭૫૦ નો મુદામાલ કબજે લીધો છે અન્ય આરોપી સોહિલ પઠાણનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!