કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મિલનપાર્ક સોસાયટીમાં દારૂનો જથ્થો ઝડપાયો

મિલનપાર્ક સોસાયટીમાં દારૂનો જથ્થો ઝડપાયો

વીરપરમાં દેશી દારૂ સાથે વ્યક્તિ ઝડપાયો

વાંકાનેર: શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી મિલનપાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર રીતે દારૂ રાખી વેચાણ કરવાનો મામલો બહાર આવ્યો છે. તા. ૧૭/૦૪/૨૦૨૬ના રોજ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલાની ફરીયાદના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ ટીમ સાથે પંચોને બોલાવી કાયદેસરની કાર્યવાહી બાદ ક્રિપાલસિંહ બાબુભા જાડેજા (ઉંમર ૪૧, રહે. મિલનપાર્ક સોસાયટી, રેલ્વે સ્ટેશન રોડ, વાંકાનેર)ના મકાનમાં તપાસ કરતા બેડરૂમમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. તપાસ દરમિયાન આરોપી પાસે દારૂ રાખવા અંગે કોઈ પાસ પરમીટ કે આધાર નહોતો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે કુલ રૂ. ૧૪,૮૮૦ કિંમતનો દારૂ કબ્જે કર્યો હતો, જેમાં ૭૫૦ એમએલની ૫ બોટલો તથા ૧૮૦ એમએલના ૧૭ નાના ચપલા સામેલ છે. આ મામલે પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫, ૧૧૬બી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વીરપરમાં દેશી દારૂ સાથે વ્યક્તિ ઝડપાયો
વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ હરિસિંહ રાઠોડની ફરીયાદના આધારે એક વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. પોલીસ સ્ટાફ ચેકિંગ દરમ્યાન ગામની સીમ વિસ્તારમાં વાહન તપાસ કરી રહ્યા હતા ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિ પાસેથી દારૂ મળ્યો હોવાની માહિતી નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, ચેકિંગ દરમ્યાન વીરપરના પ્રકાશ કુંવરાભાઈ ડાભી (ઉ.20) ને રોકી તેની પાસે રહેલા થેલામાં તપાસ કરતા દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી. કુલ મળીને અંદાજે ૨૦૦ એમ.એલ.ની વિવિધ પેકિંગમાં દારૂનો જથ્થો મળ્યો હતો. તપાસ દરમિયાન વ્યક્તિ પાસે દારૂ રાખવા માટે કોઈ માન્ય પરમિટ કે આધાર દસ્તાવેજ મળ્યા નહોતા. પોલીસ દ્વારા સ્થળ પર પંચોની હાજરીમાં જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલે સંબંધિત કાયદાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!