કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પવનચકીનુ પાખડુ વહન કરનારા બે પીધેલ પકડાયા

પવનચકીનુ પાખડુ વહન કરનારા બે પીધેલ પકડાયા

દેરાળાના આધેડનું મોટર સાયકલ સ્લીપ

વાંકાનેર: અહીં વઘાસીયા ટોલનાકેથી પવનચકીનુ પાખડુ ટ્રેલરમાં લઇ જનારા પીધેલ હોઈ પોલીસ ખાતાએ કાર્યવાહી કરી છે બીજા બનાવમાં દેરાળાના આધેડનું મોટર સાયકલ સ્લીપ થતા ઇજા થઇ હતી… 

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ટોલનાકેથી બેન્ઝ કંપનીનુ પવનચકીનુ પાખડુ ભરેલ ટેઇલર ટ્રક જેના રજી, નંબર- GJ-27-TG-7699 જેની કી.રૂ.૨૫,૦૦,૦૦૦/-વાળુ જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પાકાર રીતે ચલાવી મળી આવતા (1) તિલકકુમાર થોમપ્રકાશ શર્મા રહેવાસી મુંબઇ મુંબઇ ભારતીય કમલાનગર એસ.પી.રોડ અને ટોપ હીલ વાળા સામે તથા (2) મુરાદભાઈ અજમાલભાઈ કઠાત રહેવાસી ચિતાડ ગામ તા,રાયપુર જી, બ્યાવર રાજસ્થાન વાળા સામે ગુન્હો એમ.વી.એકટ કલમ.૧૮૫, તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયો છે….

દેરાળાના આધેડનું મોટર સાયકલ સ્લીપ
વાંકાનેર તાલુકાના દેરાળા ગામે રહેતા રસિકભાઈ રવજીભાઇ (ઉ.૬૫) નામના આધેડ દેરાળા ગામેથી ગુંદાખડા જતા હતા ત્યારે રસ્તામાં રાજસ્થળી ગામ નજીક મોટર સાયકલ સ્લીપ થયું હતું. જેથી વાંકાનેર હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર માટે મોરબી હોસ્પીટલે લઇ જવામાં આવ્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!