કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પવનચકીનુ પાખડુ વહન કરનારા બે પીધેલ પકડાયા

સોળ લાખની સ્કોરપીયો કાર ચોરાઈ !

શીવપાર્ક સોસાયટીમાં બજારમાં પાર્ક કરી હતી

વાંકાનેર: શીવપાર્ક સોસાયટીમાં બજારમાં પાર્ક કરેલ ટ્રાન્સપોર્ટરના ભાઇની સ્કોરપીયો કાર કિંમત સોળ લાખ કોઇ અજાણ્યા ઇસમ લોક તોડી ચોરી કરી ગયાનો ગુન્હો નોંધાયો છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર શીવપાર્ક સોસાયટી શેરી નંબર ૦૧ માં રહેતા (મુળ રહેવાસી પોરબંદર જિલ્લાનાં) અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા રાણાભાઈ મૈયાભાઈ ઘેલીયા (ઉવ ૨૮) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારાભાઇ કીશોરભાઈની સ્કોરપીયો કાર રજી નંબર જી.જે.-૨૫-બીએ-૦૨૩૪ વાળી છેલ્લા સાત આઠ દીવસથી અમારા ઘર પાસે શીવપાર્ક સોસાયટીમાં બજારમાં પાર્ક કરી રાખેલ હતી અને

ગઇ તા.૧૧/૦૪/૨૦૨૬ ના સવારના છએક વાગ્યાના અરસામા જોયું તો જોવામા આવેલ નહી, આજુબાજુમાં તપાસ કરેલ સગાવ્હાલા તેમજ મીત્રોને પણ પુછા કરાવેલ તેમ છતા મળી આવેલ નહી, સ્કોરપીયો કાર કાળા કલરની કિંમત રૂ. અંદાજે ૧૬,૦૦,૦૦૦/-(સોળ લાખ) વાળી કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જેની સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે.
પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીંતા અધિનિયમ ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!