આવતો શનિવાર પહેલો દિવસ
વાંકાનેર નજીક રતન ટેકરી પર આવેલા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે 22 થી 24 ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે યોજાતો આ મેળો સૌરાષ્ટ્રનો પ્રથમ સાંસ્કૃતિક મેળો ગણાય છે. 24 ઓગસ્ટના રોજ મહાદેવનો પ્રાગટ્ય દિવસ છે, જેની ઉજવણીના ભાગરૂપે આ મેળો યોજાશે.



પ્રાગટ્ય દિવસે મંદિર પરિસરમાંથી શોભાયાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ મંદિરના મહંત તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા મેળાને ખુલ્લો મુકવામાં આવશે. અગાઉ આ મેળો બે દિવસનો હતો, પરંતુ દૂર દૂરથી આવતા દર્શનાર્થીઓ અને મુલાકાતીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વર્ષથી તેને ત્રિદિવસીય કરવામાં આવ્યો છે….

