કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ફેકટરીમાં વીજશોક લાગતા શ્રમિકનું મૃત્યુ

ફેકટરીમાં વીજશોક લાગતા શ્રમિકનું મૃત્યુ

બીજો શ્રમિક ગંભીર હાલતમાં

વાંકાનેર: તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક ફેકટરીમાં ગઈકાલે કામ કરતી વેળાએ વીજશોક લાગતા તેમને બચાવવા જતા સાથી કર્મચારીને પણ વીજ શોક લાગેલ હતો…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ લેજોરા સિરામિક ફેકટરીમાં ગઈકાલે બપોરના સમયે ગ્લેઝ વિભાગમાં કામ કરતી વેળાએ મુળ ઓરિસ્સાના વતની બીરેન્દ્ર જુધિષ્ઠિરભાઈ છતરિયા ઉ.41ને અચાનક વીજશોક લાગતા તેમને બચાવવા જતા પ્રિન્સ મિશ્રા નામના સાથી કર્મચારીને પણ વીજ શોક લાગતા બન્નેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બીરેન્દ્રનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રિન્સ મિશ્રાની હાલત પણ ગંભીર ગણાવાઈ રહી છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!