કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કારખાનામાંથી બે લાખ જેટલી મત્તા ચોરનાર ઝડપાયા

કારખાનામાંથી બે લાખ જેટલી મત્તા ચોરનાર ઝડપાયા

એલસીબીની સફળ કામગીરી

શક્તિપરાના બે રીઢા ગુન્હેગારનો સમાવેશ

વાંકાનેર: મોરબીના ગાળા ગામની સીમમાં બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું હાલમાં બંધ હાલતમાં હોય અજાણ્યા શખ્સ દ્વારા 2,05,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી હતી, જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

દરમ્યાન મોરબી જિલ્લા એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, સી.એન.જી. રીક્ષા નં. જીજે 36 યુ 7710 તથા બાઇક નં. જીજે 14 એએચ 4338 લઈને ચાર ઇસમો રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર બેઠેલ છે. જેઓએ ચોરીના ગુન્હાને અંજામ આપેલ છે અને ચોરીમાં ગયેલ મુદામાલ પણ તેઓની પાસે છે. જેથી એલસીબીની ટિમ તાત્કાલિક ત્યાં પહોચી હતી અને ત્યાં હાજર રહેલા 4 શખ્સોની પૂછપરછ કરતાં તેણે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે સ્થળ ઉપરથી આરોપી રમેશભાઇ ઉર્ફે પોયો મનુભાઇ વાધેલા રહે. શક્તિપરા વાંકાનેર, હમીરભાઇ બહાદુરભાઇ વાધેલા રહે. ગઢડા (સ્વામીના), અજયભાઇ ઉર્ફે અજીત સુરાભાઇ વાધેલા રહે.ગઢડા અને રણજીતભાઇ ઉર્ફે કદમ ઉર્ફે રંજલો ધનજીભાઇ માથાસુરીયા રહે. શક્તિપરા વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી
પોલીસે 80 હજારની રિક્ષા, 20 હજારનું બાઈક, 34 કિલો કોપર વાયર જેની કિંમત 37400, 34 કિલો કોપરની પ્લેટો જેની કિંમત 37499, 20 હજાર ની કિંમતના 4 મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,94,800 નો મુદામાલ કબજે કર્યો છે જાણવા મળ્યા મુજબ પકડાયેલ આરોપીમાંથી અજય વાધેલા સામે જુદાજુદા પોલીસ સ્ટેશનમાં 10, હમીર વાધેલા સામે 11, રણજીત માથાસુરીયા સામે 1 અને રમેશ વાધેલા સામે જુદાજુદા 5 ગુના નોંધાયેલ છે. તેમજ આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આરોપી હમીરભાઈ ધનજીભાઈ માથાસુરીયા રહે. દેવસર ચોટીલા, ધનજીભાઇ વેરશીભાઇ માથાસુરીયા રહે. દેવસર ચોટીલા, હેમંતભાઇ સેરાભાઇ વાધેલા રહે. ધામેલ દામનગર અને સુરેશભાઇ બચુભાઇ સાડમીંયા રહે. સરધાર રાજકોટ વળાના નામ સામે આવેલ છે, આ કામગીરી એલસીબીના આર.સી.ગોહિલની સૂચના મુજબ પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને વી.જી.માલાણી તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!