કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર ડે. કલેકટરની બઢતી સાથે બદલી

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

ડીડીઓ તરીકે શ્રી વિદ્યાસાગર

વાંકાનેર: રાજ્ય સરકારે ગઈ કાલ બુધવારે એક સાથે 72 સનદી અધિકારીઓની બદલી કરવા હુકમ કર્યા છે. બદલી હુકમ અન્વયે મોરબી જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે. સાથે જ ચાર્જમાં ચાલી રહેલી ડીડીઓની જગ્યા પર કાયમી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.


રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે બુધવારે એક સાથે 72 સનદી અધિકારીઓની બદલી કરવા હુકમ કર્યો છે. બદલી હુકમ અન્વયે મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરીને બદલી કરી તેમના સ્થાને મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેને જિલ્લા કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત લાંબા સમયથી ઇન્ચાર્જ હવાલે ચાલતી જિલ્લા વિકાસ અધિકારીની જગ્યા પર શ્રી વિદ્યાસાગરને મુકવામાં આવ્યા છે. મોરબી કલેકટર કે. બી. ઝવેરીને નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!