કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાતીદેવરીમાં દુકાને કરીયાણુ લેવા ગયેલને માર માર્યો

રાતીદેવરીમાં દુકાને કરીયાણુ લેવા ગયેલને માર માર્યો

કુલ 5 સામે ફરિયાદ

ઇજાગ્રસ્તે કાન પાસે ઇજા થતા રાજકોટ સારવાર લીધી

વાંકાનેર: તાલુકાના રાતીદેવરી ગામે દુકાને કરીયાણુ લેવા ગયેલ ત્યારે દુકાનવાળાને ફરીયાદીના પરીવાર સાથે વ્યવહાર ન હોય જે વાતનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને કરીયાણુ લેવા નહી આવવાનુ જણાવી ફરીયાદીને બેફામ ગાળો આપી લાકડાના ધોકા વતી શરીરે મુઢમાર મારી તથા અન્ય આરોપીઓ પણ વારા ફરતી પાછળથી આવી ફરીયાદીને બેફામ ગાળો આપી હાથમા લાકડી તથા પાઇપ વતી ફરીયાદીને તથા સાહેદને શરીરે મુઢ માર મારી મુઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામાં એકબીજાએ મદદગારી કરી મહે જીલ્લા મેજી સાહેબ મોરબીના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ નો ગુન્હો નોંધાયો છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના ભરતભાઇ ઉર્ફે કાળુ પ્રેમજીભાઇ ઉર્ફે વીપુલભાઈ વોરા (ઉ.વ.૨૪) ફરીયાદમાં લખાવેલ છે કે તા.૦૨/૦૬/૨૦૨૬ ના સાંજે વાંકિયા રોડ પર રવજીભાઇ મેઘજીભાઈ વોરાની કરીયાણાની દુકાને કરીયાણુ લેવા માટે ગયેલ ત્યારે આ દુકાનવાળા રવજીભાઈ મેઘજીભાઇએ કહેલ કે ‘અમારે તમારા ઘર સાથે કયા વ્યવહાર છે. જેથી તુ અમારી દુકાને કાઇ પણ લેવા આવવુ નહી’ આમ કહેતા જવાબમાં ફરિયાદીએ જણાવેલ કે ‘દુકાન હોય તો લેવા ન આવુ?’ આથી આ રવજીભાઇ એકદમ ઉશ્કેરાઇને દુકાનેથી ચાલ્યા જવાનુ કહી ભુડા બોલી ગાળો આપેલ
ફરિયાદીએ ‘તમારી દુકાને નહી આવુ પણ ગાળ ન આપો’ કહેતા આ રવજીભાઇએ તેની દુકાનમાંથી લાકડાનો ધોકો કાઢી મારવા લાગેલ અને ત્યાં બાજુમા રવજીભાઇના ભાઈ કાન્તીભાઈ રહેતા હોય જેથી તેઓ પણ હાથમાં પાઇપ લઇ નીકળેલ અને ફરિયાદીને ડાબા કાન પાસે પાઇપનો ધા મારેલ ત્યાં રવજીભાઇના બન્ને દીકરા જેમાં દીલીપભાઈ તથા ઉપેન્દ્રભાઈ ઘરની બહાર નીકળેલ, બન્ને જણાઓ ધોકા માર મારવા લાગેલ અને ત્યાં ફરિયાદીના કુટુમ્બિક ભાઈ મુકેશભાઈ રમેશભાઈ વોરા નીકળેલ અને તે વચ્ચે આવી વધુ મારથી બચાવવા જતા તેને પણ આ બધા લોકો ગાળો આપી ધોકા મારેલ, ઝગડો ચાલુ હતો તે દરમ્યાન સુરેશભાઇ જેઠાભાઇ વોરા પણ આવી ફરિયાદી તથા મુકેશભાઈને બેફામ ગાળો આપી લાકડી મારવા લાગેલ હતા
ગામના માણસો ભેગા થઇ ગયેલ હતા સામેવાળા જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા, ઘરે આવી ૧૦૮ એમ્બ્યુલન્સમાં વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે આવેલ અને સાથે ફરિયાદીના પિતા પ્રેમજીભાઇ વોરા, ભાઈ દેવજીભાઇ, સંબંધી ચમનભાઈ તથા કાકા ઠાકરશીભાઈ દવાખાને આવેલ ફરિયાદીને ડાબા કાન પાસે મુઢ ઇજા થયેલ હોય અને દુઃખાવો થતો હોય વધુ સારવાર માટે રાજકોટ ડો. શ્રીએ જણાવેલ છે.
પોલીસ ખાતાએ (1) રવજીભાઈ મેઘજીભાઈ વોરા (2) કાન્તીભાઈ વોરા (3) દીલીપભાઈ રવજીભાઈ વોરા (4) ઉપેન્દ્રભાઇ રવજીભાઇ વોરા (5) સુરેશભાઈ જેઠાભાઈ વોરા રહે. બધા રાતીદેવરી વિરુદ્ધ ગુન્હો ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩૨૦૨૩ની-કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૩), ૩૫૨,૫૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!