વાંકાનેરમાં યુવાન છોકરીએ ફિનાઈલ પીધું
ટંકારા: તાલુકાના જીવાપરમાં 14 વર્ષના સગીર પ્રદીપ વસુનીયાને માર મારી ઝેરી દવા પીવડાવી દીધાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે. પરિવારના સભ્યો મોટા ભાઈને મજા ન હોવાથી હોસ્પિટલ ગયા હતા પાછળથી હમવતનીએ આવી કૃત્ય કર્યાનો આરોપ છે. બધા વાડીએ દોડી ગયા હતા અને સગીરને રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો.


મળતી માહિતી મુજબ, પ્રદીપ દુનિયાભાઈ વસુનીયા (ઉંમર વર્ષ 14) રહે. જીવાપર ગામ, અબુભાઈની વાડીમાં, તા.ટંકારા) ગઈકાલે સાંજે 7:30 વાગે વાડીએ પોતાના ઘરે હતો ત્યારે સામેવાળા રાકેશ અને સૂર્યાએ ઝઘડો કરીને ઝેરી દવા પીવડાવી દેતા પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાયો હતો.
સગીરના પરિવારજનોએ જણાવ્યું હતું કે, પ્રદીપ છ ભાઈ અને ત્રણ બહેનમાં સૌથી નાનો છે. તેનો પરિવાર ખેત મજૂરી કરે છે. તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે. પ્રદીપનો મોટો ભાઈ બીમાર હોવાથી ગોંડલ હોસ્પિટલમાં દાખલ હતો. ઘરના તમામ સભ્યો મોટાભાઈની ખબર કાઢવા માટે ગોંડલ દવાખાને હતા. ઘરે પ્રદીપ એકલો હતો પ્રદીપના પિતા હયાત નથી. સાંજે જીવાપરમાં જ અન્ય એક વાડીમાં રહી ખેત મજૂરી કરતા રાકેશ અને સુર્યા, પ્રદીપ પાસે આવ્યા હતા અને ઝઘડો કર્યો હતો અને ઝેરી દવા પીવડાવી દીધી હતી. જે બાદ પ્રદીપે પોતાના ભાઈને ફોન કરીને બનાવની જાણકારી આપી હતી. રાકેશ અને સુર્યા મધ્યપ્રદેશમાં પ્રદીપના ગામના જ વતની છે અને એકબીજાના પરિચિત છે. પોલીસે આ બનાવ પાછળનું કારણ શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે. સગીર હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વાંકાનેરમાં યુવાન છોકરીએ ફિનાઈલ પીધું
વાંકાનેરના રીક્ષા સ્ટેન્ડ નજીક જયાબેન સુરેશભાઈ સોલંકી (19) ફિનાઈલ પી ગયેલ હોય તેણીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવી હતી. મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.
આ છોકરી ચોટીલાની રહેવાશી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે. 19 વર્ષની આ યુવાન છોકરીએ શા માટે ફિનાઈલ પીધું, એનું કારણ જાણવા મળેલ નથી…

