પતિ સાથે રકઝક થતાં પત્નીને માઠુ લાગી ગયું
વાંકાનેર: તાલુકાના મહિકા ગામે દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થયો હતો. પતિ સાથે રકઝક થતાં પત્નીએ માઠુ લાગી આવતાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી.


આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાથમિક જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરના મહિકા ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી સીતાબેન રાજેશભાઈ રજનીક નામની 45 વર્ષની પરિણીતાને નજીવા પ્રશ્ર્ને પતિ સાથે ઝઘડો થયો હતો. જેથી માઠુ લાગી આવતાં સીતાબેન રજનીકે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે અને મુળ ગોધરાના વતની છે….

