વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારમાં મદદ
વાંકાનેર: આજ રોજ અતિભારે વરસાદના કારણે વાંકાનેરના અમુક નીચાણ વાળા વિસ્તારના ઘરોમાં ભરાઈ ગયેલા પાણીના લીધે લોકો જમવાનું બનાવી ન શકે એવા ઘરોમાં વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા બનાવામાં આવેલા ભોજનનું તથા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું..


જેમા જીલ્લા યુવા ઉપપ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ ઝાલા, જીલ્લા યુવા મોરચા કરોબારી સભ્ય વિજયભાઈ પારઘી, વાંકાનેર શહેર યુવા મોરચા પ્રમુખ નીતેશભાઈ પાટડિયા, સાથી યુવા મોરચા મહામંત્રી શ્રી હાર્દિક સોલંકી, ક્રિપાલસિંહ રાયજાદા તથા યુવા મોરચાના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં હતા..

