કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

પ્લે હાઉસની દીવાલ પરથી બેલા નીચે પડયા

દલડી-થાન રોડ પર ગેરકાયદેસર ખોદકામ કરનારને નોટિસ
આસોઈ નદીના જુના કોઝ-વે પર પાણી ફરી વળ્યું: કોટડાનાયાણી પાસે ડેમી નદીના કોઝવે પર રિક્ષા તણાઈ

વાંકાનેર: વાંકાનેર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તાલુકાના લુણસર, સરધારકા, ગાંગીયાવદર અને માટેલ પંથકમાં વધુ વરસાદ નોંધાયો છે, સમગ્ર તાલુકામાં વરસાદના અહેવાલ છે.
મચ્છુ નદી- માટેલીયો- આસોઇ નદી બે કાંઠે વહી રહી છે, ભારે વરસાદના કારણે નદી-નાળા ભરાઈ ગયા છે, સરધારકા- ગાંગીયાવદર વચ્ચેનું તળાવ ઓવેફલો થતા કોઝવે પર પાણી આવી ગયું છે

પ્લે હાઉસની દીવાલ પરથી બેલા નીચે પડયા
પ્લે હાઉસની દીવાલ પરથી બેલા નીચે પ્લે હાઉસની દીવાલ પરથી બેલા નીચે પડતા ઉભેલી બ્લુ કલરની કારને નુક્શાન થયું છે. નીચાણવાળા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે….

દલડી-થાન રોડ પર ગેરકાયદેસર ખોદકામ કરનારને નોટિસ
માર્ગ મકાન વિભાગે અમદાવાદ સ્થિત ભારતી એલ કંપનીને વાંકાનેર-દલડી-થાન રોડ પર ગેરકાયદેસર ખોદકામ કરીને કેબલ નાખવા બદલ નોટિસ આપવામાં આવી છે, આ રોડ ચાર મહિના પહેલા જ બન્યો હતો,

રાજકોટ રોડ સિંધાવદર પાસે આસોઈ નદીના જુના કોઝ-વે પર પાણી ફરી વળ્યું
ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની સતત આવકને પગલે વાંકાનેર–રાજકોટ વાયા કુવાડવા રોડ પર સિંધાવદર ગામ નજીક આસોઈ નદી પર અગાઉ આવેલો મુખ્ય પુલ ડેમેજ થતાં તેને તોડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ વાહનવ્યવહાર માટે જુના બેઠા પુલ (કોઝ-વે) પરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે આ ડાયવર્ઝન ઉપરથી પાણી વહેતા વાહનવ્યવહાર જોખમી બન્યો છે. આ સંજોગો અંગે કમલ સુવાસે અગાઉ જ ડર વ્યક્ત કરેલ, પરંતુ વહીવટી તંત્રે કોઈ પગલાં ભરેલ નહીં
તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા માર્ગો કે કોઝ-વે પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

કોટડાનાયાણી પાસે ડેમી નદીના કોઝવે પર રિક્ષા તણાતા પિતાનું ડૂબી જવાથી મોત
હડાળાના પાટીયા વિસ્તારમાં રહેતા સિરાજભાઈ ખમીશા કાતીયાર (ઉ.વ. 40) પોતાના પુત્ર સાથે સીએનજી રિક્ષામાં કોટડાનાયાણી ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ડેમી નદીના કોઝવે પરથી પસાર થતાં પાણીમાં તણાઈ ગઈ હતી. શોધખોળ દરમિયાન સિરાજભાઈ કાતીયારનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!