કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વઘાસિયા પાસે બાઈક સામસામે ટકારાયા

વઘાસિયા પાસે બાઈક સામસામે ટકારાયા

રાતડીયાના યુવાનને ઇજા

લુણસરમાં મારામારીમાં ઈજાગ્રસ્ત દવાખાનામાં

વાંકાનેર: તાલુકાના વઘાસીયા ગામે જીઆઈડીસી પાસે થયેલ વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા રાતડીયા ગામના યુવાનને ઈજાઓ થતા મોરબીની સિવિલે લઇ જવામાં આવ્યો હતો. બીજા બનાવમાં લુણસરમાં મારામારીમાં એક વૃદ્ધને ઈજા થતા તેને પણ મોરબીની સિવિલે લઇ ગયાના અહેવાલ છે.

પ્રાથમિક માહિતી નુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે જીઆઈડીસી પાસે થયેલ વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અજય કાળુભાઈ સપનીયા (ઉ.18) અને રાતડીયા ગામના જવેરભાઈ વેરજીભાઈ મેર (ઉ.35) નામના યુવાનને ઈજાઓ થતા મોરબીની સિવિલે લઇ જવામાં આવ્યો હતો. બંનેના બાઈક સામસામે ટકારાતા અકસ્માત થયો હોવાનું પોલીસે જણાવેલ છે.
લુણસરમાં મારામારીમાં ઈજાગ્રસ્ત દવાખાનામાં
વાંકાનેર તાલુકાના લુણસર ગામે થયેલી મારામારીમાં ત્યાં જ રહેતા રાજાભાઈ વિહાભાઈ ધ્રાંગીયા (ઉ.67)ને ઈજા થતા મોરબીની સિવિલે લઇ ગયાના અહેવાલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!