કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તા. પંચાયત કચેરીએ 'બેટી બચાઓ' કાર્યક્રમ

વાંકાનેર તા. પંચાયત કચેરીએ ‘બેટી બચાઓ’ કાર્યક્રમ

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને કન્યા શિક્ષણ અને કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું

વાંકાનેર: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અધિકારીઓ સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય સ્તરે દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા, દીકરીઓના જન્મને ઉત્સવ તરીકે ઉજવવા તેમજ ‘વ્હાલી દીકરી’ જેવી કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અપીલ કરાઈ હતી. આ ઉપરાંત બાળ લગ્ન અટકાવવા, કન્યા શિક્ષણને 100 ટકા સફળ બનાવવા અને ‘બાલિકા પંચાયત’ના નવતર અભિગમ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડી પંચાયતના પ્રતિનિધિઓને સક્રિય યોગદાન આપવા જણાવાયું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્યો, TDO, સરપંચો તથા તલાટી-કમ-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!