કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઘેટાં- બકરા, માલ-ઢોરને સાચવજો: માર્ગદર્શિકા જાહેર

ઘેટાં- બકરા, માલ-ઢોરને સાચવજો: માર્ગદર્શિકા જાહેર

મચ્છુ -1 ડેમ 33.4 ફૂટ ભરાયો

વાંકાનેર: વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવી કટોકટીની પરિસ્થિતિમાં પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના ખેતીવાડી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ (પશુપાલન પ્રભાગ) દ્વારા પશુપાલકો માટે મહત્વપૂર્ણ તકેદારીના માર્ગદર્શક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.

​પશુપાલન વિભાગની માર્ગદર્શિકા અનુસાર, ભારે વરસાદ કે પૂર સમયે પશુઓને ખૂંટા સાથે બાંધી ન રાખવા જેથી મુશ્કેલીના સમયે તેઓ પોતાની જાતે બચાવ કરી શકે. આ ઉપરાંત પશુઓને મોટા ઝાડ, નબળા છાપરા, જર્જરીત મકાન, કાચી દીવાલ કે વીજળીના થાંભલા પાસે ક્યારેય ન બાંધવા જોઈએ. ઘેટાં, બકરાં અને મરઘાં જેવા નાના પશુ-પક્ષીઓ બંધિયાર જગ્યામાં ગૂંગળાઈ ન જાય તેની ખાસ સંભાળ રાખવી જરૂરી છે. કોઈ પણ કટોકટીના સમયે સહાય માટે એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.
મચ્છુ -1 ડેમ 33.4 ફૂટ ભરાયો
આજ સાડા દશ વાગ્યે મચ્છુ -1 ડેમ 33.4 ભરાયો છે ડેમ સાઈટ કુલ વરસાદ 284 એમએમ થયો છે,
વીતેલા 24 કલાકમાં 57 એમએમ (બે ઇંચ જેટલો) વરસાદ પડેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!