શાળાઓમાં રજા જાહેર
કાલ સવાર સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી
વાંકાનેરમાં મોસમનો કુલ વરસાદ 14 ઇંચ નોંધાયો
વાંકાનેર: નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ચેતવણી છે કે આગામી 24 કલાકમાં અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.


છેલ્લા 24 કલાકમાં વાંકાનેરમાં 28 એમએમ અને મોસમનો કુલ વરસાદ 338 એમએમ (14 ઇંચ) વરસાદ નોંધાયો છે. વાંકાનેર તાલુકાઓની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે
વાંકાનેરમાં અત્રે વરસાદ ચાલુ છે, તાલુકાભરમાં વરસાદના સમાચાર છે, આ વરસાદ ઠેઠ આવતી કાલનાં સવાર સુધી ચાલુ રહેશે, વાતાવરણમાં અત્યારે 27 ડિગ્રી તાપમાન છે, જે રાતના બાર પછી વધુ ઘટવાની આગાહી છે…

