ભાટિયા સોસાયટીમાં બીમારી સબબ મહિલાનું મૃત્યુ
વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર વિસ્તારમાંથી ગત 26/07/2026 ના રોજ 1 મારુતિ સુઝુકી ઇકો કારની ચોરી થઈ હતી. આ મામલે મનસુખભાઈ પોપટભાઈ બોચીયા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ગુનાનો ભેદ ઉકેલવામાં વાંકાનેર સિટી પોલીસને મોટી સફળતા મળી છે.


પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચીરાગ કોરડીયા અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સૂચના તથા વિભાગીય પોલીસ અધિક્ષક વાંકાનેર ડિવિઝન એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પોલીસ ઈન્સ્પેક્ટર આર. સોલંકી અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સની મદદથી તપાસ કરતા ઢુવા બ્રિજ પાસેથી 2 શંકાસ્પદ ઈસમોને ઝડપી લીધા હતા.
તેમની સઘન પૂછપરછ દરમિયાન તેમણે જશદણ સીરામીકની બાજુની શેરીમાં પાર્ક કરેલી 2018 ના મોડલની સફેદ કલરની ઈકો કાર (રજીસ્ટ્રેશન નંબર GJ 36 L 1975) ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આ ગુનામાં વાંકાનેરના જ રહેવાસી રાકેશ ઉર્ફે રોકી મગનભાઈ વાઢેર (ઉંમર 32) અને જાવેદભાઈ ગફારભાઈ તરીયાને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 3,00,000 ની કિંમતની 1 ઈકો કાર અને 12,000 ની કિંમતના 2 મોબાઈલ ફોન મળી કુલ 3,12,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ પૈકી રાકેશ ઉર્ફે રોકી અગાઉ અમદાવાદ એલિસબ્રીજ અને રાજકોટ સિટી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરી અને મારામારી સહિતના 3 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
ભાટિયા સોસાયટીમાં બીમારી સબબ મહિલાનું મૃત્યુ
વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અંજલીબેન જીગેશકુમાર રાજભર ઉ.25નું તેમના ઘેર કોઈ બીમારી સબબ મૃત્યુ થયું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

