કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

દીઘલિયા પ્રા. શાળાનાં આચાર્ય એવોર્ડથી સન્માનિત

દીઘલિયા પ્રા. શાળાનાં આચાર્ય એવોર્ડથી સન્માનિત

ગુજરાત રાજ્યનાં કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબનાં વરદ્ હસ્તે શ્રી સવગુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

વાંકાનેર: તા. ૨૯/૦૭/૨૦૨૬, બુધવાર, ગુરુ પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ઝાંઝરકા ખાતે સંત શ્રી સવૈયાનાથ પાવન ભૂમિ સવગુણ ધામ ઝાંઝરકા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ)નાં સંયુક્ત ઉપક્રમે શ્રી સવગુણ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ સન્માન સમારોહમાં ગુજરાત રાજ્યનાં કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ અને પરમ પૂજ્ય શ્રી શંભુનાથજી મહરાજ (મહંત શ્રી સવગુણ મંદિર ઝાંઝરકા, તા. ધંધુકા, જિ. અમદાવાદ, માનનીય ધારાસભ્યશ્રી ગઢડા વિધાનસભા)નાં વરદ્ હસ્તે શ્રી નરેન્દ્રભાઈ કાલરિયા સાહેબ (આચાર્યશ્રી દીઘલિયા પ્રાથમિક શાળા, તા. વાંકાનેર)ને શ્રી સવગુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળનાં પ્રમુખ શ્રી પરેશકુમાર જી. સુતરીયા, મહામંત્રી ભરતકુમાર બી. રાઠોડ અને કોષાધ્યક્ષ જગદીશભાઈ કે.શાહે ભારે જહેમત ઉઠાવી હતી. શ્રી સવગુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત થવા બદલ નરેન્દ્રભાઈ કાલરિયા સાહેબને ગુજરાતના વિવિધ જિલ્લાના શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!