છરી સાથે ત્રણ પકડાયા
વાંકાનેરના બોકડથંભા ગામ પાસે આવેલ ખાણમાં ભરેલા પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત નિપજ્યું હતું બીજા બનાવમાં છરી સાથે ત્રણ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે….




























વાંકાનેર: થાન રોડ પર આવેલ બોકડથંભા ગામ ખાતે રહેતા શૈલેષભાઈ જેરામભાઈ સરાવાડીયા (ઉ.40) નામનો યુવાન કોઈપણ કારણોસર બોકડથંભાથી એક કિલોમીટર દૂર આવેલ ખાણમાં ભરેલા પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
છરી સાથે ત્રણ પકડાયા
હાલ માટેલ રોડ આઈશેરા સીરામીક સામે ખરાબામાં ઝુપડમાં રહેતો (1) અજયભાઈ રવજીભાઈ વાઘેલા (ઉ.22) (2) ઘીયાવડના ચકુ લાલાભાઇ જેસાણી અને (3) હાલ સરતાનપર રહેતા નીતિન ભીખાજી ખાભેળીયા પાસેથી વ્હહરી મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો જી.પી.એકટ કલમ ૩૭-૧, ૧૩૫ મુજબ અને મમ્હે.જીલ્લા મેજી. સા. મોરબી નાઓના હથીયાર બંધી જાહેર નામા નં,જે/એમએજી/ક, ૩૭(૩)જા,નામુ/૩૦૯૦૨૫/૨૦૨૬ તા,૩૦/૦૪/૨૦૨૬ નો ભંગનો નોંધ્યો છે….

