૨૨ વર્ષનો યુવાન
વાંકાનેર: દેરાળા ગામની સીમમાં આવેલ તળાવમાં ન્હાવા ગયેલ ૨૨ વર્ષના યુવાનનું પાણીમાં ડૂબી જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે




મહેસાણા જીલ્લાના વીસનગર તાલુકાના બાલીપુરા ગામના રહેવાસી સિદ્ધરાજ જસવંતસિંહ ઠાકોર (ઉ.વ.૨૨) નામના યુવાન ગત તા. ૧૩ ના રોજ રાત્રીના નવ વાગ્યા પહેલા કોઇપણ સમયે દેરાળા ગામની સીમમાં આવેલ ચેકડેમ (તળાવ) માં ન્હાવા ગયો હતો અને પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે…

