કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ગ્રામ્ય વિસ્તારની સગીર છોકરીને યુવક ભગાડી ગયો

કોટડા નાયાણીના વૃદ્ધા બાઈક પરથી પડી જતા ઇજા વાંકાનેર: તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક સગીર વયની છોકરીને સાથે કામ કરતો યુવાન ભગાડી ગયાની શંકા હોવાની વાલીએ પોલીસ ફરિયાદ કરી છે…જાણવા મળ્યા મુજબ તા.૦૨/૦૯/૨૦૨૫ ના વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કારખાનામાં કામ કરતી…

બસમાં દરવાજા પાસે જ દોરડા બાંધતા મુસાફરોને મુશ્કેલી

મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિઓ દ્વારા રજૂઆતો અરજદાર બસમાં ખેરવા આવી રહ્યા હતા રાજકોટ: મુસાફરોને પડતી હાલાકી અને ખામીયુક્ત બસ સેવાઓ અને એસ.ટીમાં ચાલતા ભ્રષ્ટાચારો અંગે મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિઓ દ્વારા ઉચ્ચસ્તરીય રજૂઆતો કરી એનો ઉકેલ લાવી રહ્યા છે ગઈકાલે હું…

ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા 2 બળદને ગૌરક્ષકોએ બચાવ્યા

મોરબીની વાવડી ચોકડી પાસેનો બનાવ બળદો ધિયાવડ વણઝારાથી ભરવામાં આવ્યા હતા મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહેલો બોલેરો ગાડીને રોકીને ગૌરક્ષકો દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાં બે બળદને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવતા…

ઇન્સ્ટા ફેક ID બનાવતા કરેલો આપઘાતનો પ્રયાસ

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

સગીરા વિદ્યાર્થિની રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ જૂનાગઢ હોસ્ટેલમાં રહેતી સગીરા સોશિયલ મીડિયા મારફત ઢુવાના યુવાન સાથે સંપર્કમાં આવી હતી રાજકોટ: જુનાગઢ હોસ્ટેલમાં રહેતી સગીરાનો સોશિયલ મીડિયા મારફત વાંકાનેરના ઢુવા ગામના યુવાન સાથે સંપર્ક થયો હતો. આ ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે ફેક આઇડી…

વાંકાનેર શહેરમાં વિકાસના ટેન્ડર બહાર પડયા

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

કેટલાક ટેન્ડર એકથી વધુ વાર પબ્લિશ થયા છે નવાપરા, બ્રહ્મસમાજ, વિવેકાનંદ, પંચશીલ, શાસ્ત્રીનગર સોસાયટી, દલિત સમાજ સ્મશાન, પાલિકા ઓફિસ બિલ્ડીંગમાં ફર્નિચર, મતવા, કાજી, ગરાણા અને તરિયા સમાજ કબ્રસ્તાનના કામોનો સમાવેશ વાંકાનેર: નગરપાલિકા વિસ્તારમાં વિકાસના ટેન્ડર બહાર પડયા છે, જેમાંથી કેટલાક…

રાતાવિરડા ગામે એસીડ પી ગયેલા યુવાનનું મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

નેશડા ગામે વિંછી કરડી જતા બાળકનું મૃત્યુ વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામે એસીડ પી ગયેલા યુવાનનું તેમજ ટંકારા તાલુકાના નેશડા ગામે વિંછી કરડી જતા બાળકનું મોત નિપજેલ છે. ગત તા.23-8ના સવારે વિજયભાઈ કરમશીભાઈ જખવાડીયા (ઉ.27) રહે. ડુંગરપુર તા. હળવદ અવેકટા સીરામીક…

વીજચોરીના કેસમાં લુણસરના શખ્સનો નિર્દોષ છુટકારો

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

મોરબીમાં પી.જી.વી.સી.એલ. વીજચોરીના કેસમાં નિર્દોષ છુટકારો કરવા કોર્ટે હુકમ કરેલ છે. આ બાબતે આક્ષેપીત અશ્વીનભાઈ સોંડાભાઈ વાટુકીયાના એડવોકેટ કરમશીભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર તાલુકા રૂરલ-૨ સબ ડીવીઝન, પી.જી.વી.સી.એલ. કચેરીએ આરોપી અશ્વીનભાઈ સોંડાભાઈ વાટુકીયા, રહે.લુણસર તા.વાંકાનેર, જી.મોરબી. સામે વીજ ચોરીની…

અડાભીડ આગેવાન રાતીદેવરીના જલાલ માથકીયા

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

‘બાપુ, એક વખતનો તમારો ખેડુ છું, આજ રાનરાન અને પાનપાન થઇ ગયા’ જૂનાગઢના નવાબ અને વાંકાનેરના મોમીન આગેવાનો વચ્ચે વાત પાકા પાયે બંધાઈ વાંકાનેરના રાજમાતાને રાતીદેવળીના માથકીયા કુટુંબના ખેડુને થયેલા અન્યાયનો અંતરમાં મોટો ખટકો છે વાંકાનેરના ઘોડા છૂટ્યા, છૂટેલા અસવારોએ ધુનડા…

મોમીનશાહ બાવા (રહે.)ની દરગાહે જશ્ને ઈદે મિલાદુન્નબી

વાંકાનેર: દુનિયાભરમાં ૧૫૦૦ મો જો ઈદે મિલાદુન્નબી (સ.અ.વ) ઉમંગપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ મુક્કદ્સ પ્રસંગે ખાનકાહે હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા (રહે.)-ચંદ્રપુર દરગાહ શરીફ મુકામે સજ્જાદાનશીન અલ્હાજ હજરત પીર સૈયદ વિજારતહુસૈન બાવાસાહબના હુકમથી વિશેષ તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમાં,…

માટેલ અને વિરપરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાઈ

કુલ રૂ. ૧પ,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર: પોલીસ ખાતાએ માટેલ શીતળાધાર પાસે રહેણાક મકાનના ફળીયામાં દરોડો પાડેલ અને બીજો દરોડો વિરપર વાડીમાં કુવા પાસે પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે…. જાણવા મળ્યા મુજબ માટેલ શીતળાધાર પાસે રહેતા બળદેવભાઈ કેશરભાઈ ધેણોજાએ પોતાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!