ખખાણાનો જયેશ ખૂંટીયાની ઢીંકે ઈજાગ્રસ્ત
રાજકોટ: વાંકાનેરના ખખાણા ગામે રહેતો જયેશ કનૈયાલાલ થોરીયા (ઉ.વ.૧૭) સાંજે ગામમાં ચાલીને જતો હતો, ત્યારે બે ખૂંટીયા બાખડતાં હોઇ તેણે ઢીંકે ચડાવી દેતાં માથા, શરીરે ઇજાઓ થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. તે પોતાના વાડાથી ગામમાં જતો હતો ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હતો.