કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકીયાના તળાવ નજીક વિદેશી દારૂ કબ્જે કરતું પોલીસ ખાતું 

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે વાંકીયા ગામે તળાવ નજીક વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી એક શખ્સને 228 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. 

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે વાંકીયા ગામના તળાવ નજીક દરોડો પાડી આરોપી સંજયભાઈ ઉર્ફે ભદુ કાળુભાઇ માનસૂરિયા નામના શખ્સના કબ્જામાંથી મેકડોવેલ બ્રાન્ડ વિદેશી દારૂની 204 બોટલ, રોયલ ચેલેન્જ બ્રાન્ડ દારૂની 24 બોટલ તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 500 સહિત કુલ રૂપિયા 89,480નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. 

Content Copying Forbidden !!

error: Content is protected !!