કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગુલશન સોસાયટીમાંથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

ગુલશન સોસાયટીમાંથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

૩૦૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે

વાંકાનેર: અહીં ગુલશન સોસાયટીમાં પોતાના દવાખાનામા કોઇ પણ પ્રકારની ડીગ્રી વગર દર્દીઓની સારવાર કરતા મનુષ્યની જિંદગી કે અન્ય વ્યક્તીઓની શારીરીક સલામતી જોખમાય તે રીતે પ્રેકટીશ કરી સાધનોની કુલ કિંમત ૩૦૦૦ સાથે મળી આવતા ગુન્હો દાખલ થયેલ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પો.કોન્સ. રેશ્માબેન મહમદઇકબાલભાઈ સૈયદને ૧૧૨ જનરક્ષકમાં કોલરનો કોલ આવેલ અને જણાવેલ કે એક ઇસમ વગર ડિગ્રીએ હરશ, મસા તથા ભગંદર ફીશર, વાઢીયાનુ આયુર્વેદીક દવાખાનુ ચલાવે છે, આથી પોલીસ હેડ કોન્સટેબલ ભોજરાજસીંહ હરદેવસીંહ ઝાલા સાથે પો.ઈન્સશ્રી વી.એસ.સિંધવ સાહેબની સુચનાથી ગુલશનપાર્ક સોસાયટી વાંકાનેર ખાતે આવેલા મકાનમાં ડો.જે.કે. પઠાણ નામનો વ્યક્તિ ડીગ્રી વગર ડોક્ટરી પ્રેક્ટીશથી હરશ, મસા તથા ભગંદર ફીશર, વાઢીયાનુ આયુર્વેદીકના નામે આયુર્વેદીક તથા એલોપેથીક દવા અને ઇંજેક્શન આપીને સારવાર કરતો હોય તેની ખરાઇ થતા મેડીકલ ઓફીસર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર શાહીસ્તા કડીવાર મેડમને દવાખાના પાસે બોલાવેલ

આરોપી જાકીરખાન બસીરખાન પઠાણ (ઉ.વ.૪૦) રહે. હાલ ગુલશન પાર્ક સોસાયટી વાંકાનેર મુળ રહે. ભટેડા થાના-ધરના તા. બનેડા જી.ભીલવાડા (રાજસ્થાન) પાસે કોઇ ડોક્ટરી પ્રેક્ટીશ કરવા અંગે તથા આયુર્વેદીક તથા એલોપેથીક દવા આપી સારવાર કરવા અંગે કોઇ ડીગ્રી નહોતી
દવાખાનાનામાંથી શીગાળા આટા, કરવા પીસ્ટી, બંસ લોચન, અક્કર કાડા તથા સફેદ મુસલી નામની આયુર્વેદીક દવા કુલ કી.રૂ.૨૫૦૦ તથા મજકુરના લેધરના થેલામાંથી લોકલ એનેસ્થેસીયાના વાયલની સ્ટીકર કાઢી નાખેલી કાચની બોટલ નંગ ૦૫ જેની કિં.રૂ.૧૬૫ તથા ઇંસ્યુલીન સીરીજ પેકેટ કી.રૂ.૧૧૦, સ્ટીલની કાતર કીં રૂ.૫૦ દુરબીન લાઇટ કીં રૂ ૧૦૦ લીગ્નોકાડ નામની જેલ વાળી ટ્યુબ નંગ ૦૨ જેની કિં.રૂ.૭૫, મેડીકલના પ્રીક્શીપ્સન વાળી બુક રાખી ડીગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરી મનુષ્યની જિંદગી કે અન્ય વ્યક્તીઓની શારીરીક સલામતી જોખમાય તે રીતે દવા આપીને મુદામાલ સાથે મળી આવતા ગુન્હો બી.એન.એસ.-૨૦૨૩ ની કલમ-૧૨૫ તથા ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૩ મુજબ પોલીસ ખાતાએ નોંધેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!