કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સરકારી નોકરી ! બેંકમાં 10 હજારથી વધુ વેકેન્સી

સરકારી નોકરી ! બેંકમાં 10 હજારથી વધુ વેકેન્સી

એસએઆઈએલમાં એપ્રેન્ટિસની 1100 જગ્યા
ફિટર, મશીનિસ્ટ, વેલ્ડર, ઈલેક્ટ્રિશિયન, ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક અને પેન્ટરની પણ ભરતી

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડે પોતાને ત્યાં 1213 જગ્યા પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેવામાં જો તમે ધોરણ 10, 12 પાસ કે સ્નાતક કરી સરકારી નોકરીની તૈયારી કરી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે.

આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડ
આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડે પોતાને ત્યાં એક્ઝિક્યુટિવ અને નોન-એક્ઝિક્યુટિવ જગ્યા પર ભરતી કાઢી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા ફિટર, મશીનિસ્ટ, વેલ્ડર, ઈલેક્ટ્રિશિયન, ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક અને પેન્ટરની ભરતી કરવામાં આવશે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ avnl.co.in પર જઈ પોતાની અરજી કરી શકે છે.

બેંકમાં 1000થી વધુ જગ્યા પર ભરતી
જો તમે બેંકમાં નોકરી કરવા ઈચ્છો છો તો યુનિયન બેંકે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતી પ્રક્રિયામાં કુલ 395 જગ્યા ભરવામાં આવશે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ unionbankofindia.bank.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ છે. તો બેંક ઓફ ઈન્ડિયામાં ક્રેડિટ ઓફિસર, ક્રેડિટ પ્રોફેશનલની કુલ 779 જગ્યા પર અરજી કરવાની આજે એટલે કે 20 જુલાઈ 2026ના છેલ્લી તારીખ છે. યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ bankofindia.bank.in પર જઈને અરજી કરી શકે છે.

એસએઆઈએલમાં એપ્રેન્ટિસની 1100 જગ્યા પર ભરતી
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL) માં 1100થી વધુ એપ્રેન્ટિસ પદો પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા ટ્રેડ એપ્રેન્ટિસની 421 જગ્યા, ડિપ્લોમા/ટેક્નિકલ એપ્રેન્ટિસની 414 જગ્યા અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની 275 જગ્યા ભરવામાં આવશે. યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર sail.co.in પર જઈ અરજી કરી શકે છે. અહીં અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ છે. જ્યારે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2026 છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!