કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

તીથવામાં સાળાની જાનમાં આવેલાને હાર્ટએટેક

તીથવામાં સાળાની જાનમાં આવેલાને હાર્ટએટેક

વીડી જાંબુડીયામાં યુવાનને સાપ કરડ્યો

માટેલ મંદિર નજીક બમ્પ ટપાડતા અકસ્માત

વાંકાનેર તાલુકાના તીથવા ગામે પડધરી રહેતા સાળાની જાનમાં રાજકોટનો યુવાન આવ્યો હતો. ત્યારે યુવકને હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકનુ મોત નીપજતા પરિવારમાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો.

પ્રાથમિક મળેલ માહિતી મુજબ રાજકોટમાં આવેલા પોપટપરા વિસ્તારમાં રહેતો પ્રવિણ દિનેશભાઇ સોલંકી નામનો 27 વર્ષનો યુવાન ગઇકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં વાંકાનેરના તીથવા ગામે આવ્યો હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયા તેનુ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. મૃતક યુવાન બે ભાઇ પાંચ બહેનમાં વચેટ અને શાકભાજીનો ધંધો કરતો હતો. મૃતક યુવકને સંતાનમાં એક પુત્રી છે. પ્રવિણ સોલંકીના પડધરી રહેતા સાળાની ગઇકાલે તીથવા ગામે જાન આવી હતી. પ્રવિણ સોલંકી સાળાની જાનમાં આવ્યો હતો. અહીં તેનુ હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વીડી જાંબુડીયામાં યુવાનને સાપ કરડ્યો
વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે જીલુભાઈ ડાંગરની વાડી પાસે સાપ કરડી જતા ભરતભાઈ રાણાભાઇ દેપાળિયા નામના 35 વર્ષના યુવાનને સિવિલ હોસ્પિટલ મોરબી સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

માટેલ મંદિર નજીક બમ્પ ટપાડતા અકસ્માત
વાંકાનેરના માટેલ રોડે મંદિર નજીક બમ્પ ટપાડવા જતા વખતે બેલેન્સ ન રહેતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલા હર્ષાબેન અંકિતભાઈ ગારૈયા (ઉ.26) રહે. સુરભદર તા.હળવદને ઈજા થતા વધુ સારવાર માટે હર્ષાબેનને રાજકોટ ખસેડાયા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!