કુલ છ આરોપી
ગ્રીન ચોક અને નવાપરામાં પોલીસ ખાતાનો સપાટો
ફ્રૂટની લારીએ આંકડા લખાતા’તા
વાંકાનેર: પોલીસ ખાતાએ વર્લીફીચરના આંકડા લખતા અને આંકડા કપાત કરનાર સામે ત્રણ જગાએ દરોડા પડી કુલ છ જણાને પકડેલ છે….



પ્રથમ કિસ્સામાં સંદિપ રમણીકભાઈ માણેક રહે. કડીયાવાડ પોસ્ટ ઓફીસ સામે, ગ્રીન ચોક ફ્રૂટની લારીએ વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા અને જુનેદ યાકુબભાઇ ભટ્ટી રહે. નવાપરા આંકડા લખાવવા આવેલ તે બન્નેને રોકડા રૂા.૪૫૦/-તથા એક મોબાઈલ ફોન કી.રૂ.૪૦૦૦/- એમ કુલ મુદ્દામાલ કી.રૂ.૪૪૫૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨(અ) મુજબ પોલીસ ખાતાએ નોંધેલ છે…
બીજા કિસ્સામાં (1) સકિલ અયુબભાઈ મન્સુરી રહે. મિલ પ્લોટ શાંતિનગર વાળાને નવાપરા આશીર્વાદ પેટ્રોલ પંપ સામેથી વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂ. ૩૦૦/-તથા એક મોબાઈલ ફોન કી.રૂ. ૩૫૦૦/- એમ કુલ મુદ્દામાલ કી.રૂ. ૩૮૦૦/-ના મુદ્દામાલ સાથે પકડેલ છે, આંકડા (2) ક્રિપાલસિંહ બાબુભા દરબાર રહે. મિલન પાર્ક રેલવે સ્ટેશન સામે વાળા પાસે કપાત કરાવતો હોવાનું શકીલે જણાવતા દરબારને પણ આરોપી બનાવેલ છે…
ત્રીજા કિસ્સામાં (1) માહીર એહમંદ મુસ્તાકભાઈ હેરંજા (ઉ. 19) રહે. મોમીન શેરી વાળા ગ્રીનચોકમાં વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂા.૪૦૦/-તથા એક મોબાઈલ ફોન કી.રૂ.૨૫૦૦/- એમ કુલ મુ દ્દામાલ કી.રૂ.૨૯૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો નોંધેલ છે મુસ્તાકભાઈ બીસ્મીલાખાન પઠાણ રહે. મોમીન શેરી વાળા પાસે આંકડા કપાત કરાવતો હોવાનું જણાવતા મુસ્તાકને પણ આરોપી બનાવેલ છે…

