કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મુંબઈમાં ભારે વરસાદે વાંકાનેર આવતી અમુક ટ્રેન રદ

મુંબઈમાં ભારે વરસાદે વાંકાનેર આવતી અમુક ટ્રેન રદ

આજની કેટલી ટ્રેનો પ્રભાવિત

ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઇલ 9 જુલાઈ રદ

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. વસઈ રોડ, નાલાસોપારા અને વિરાર વિસ્તારમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં અનેક ટ્રેનોનું સંચાલન ખોરવાયું છે. તેની સીધી અસર ગુજરાતમાંથી મુંબઈ તરફ જતી અને મુંબઈથી ગુજરાત આવતી ટ્રેનો પર પણ જોવા મળી રહી છે. મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં રેલવે તંત્રએ કેટલીક ટ્રેનો રદ કરવાનો તેમજ કેટલીક ટ્રેનોને નિર્ધારિત સ્થળ પહેલાં જ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. ભારે વરસાદને કારણે હાલ પણ ટ્રેન વ્યવહારમાં વિક્ષેપ યથાવત્ છે. તેથી મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનની માહિતી ચકાસવાની ખાસ સલાહ આપવામાં આવી છે.

પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલા અપડેટ મુજબ 7 જુલાઈ 2026ની 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ પણ 7 જુલાઈના રોજ રદ કરવામાં આવી છે. જ્યારે 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઇલ 9 જુલાઈ, 2026ના રોજ રદ રહેશે. 7 જુલાઈ2026ની 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસ અને 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી માટે ઘરેથી નીકળતા પહેલાં પોતાની ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ અવશ્ય ચકાસે. ભારે વરસાદને કારણે ટ્રેન મોડી પડવી, રૂટ બદલાવા અથવા રદ થવાની શક્યતા યથાવત્ છે. ખાસ કરીને મુંબઈ તરફ જતી અને ત્યાંથી આવતી ટ્રેનોમાં મુસાફરી કરનારોએ વધુ સાવચેતી રાખવી જરૂરી છે. વરસાદની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રેલવે કામગીરી પર તેની અસર રહી શકે છે. તેથી મુસાફરોને અધિકૃત રેલવે માહિતીના આધારે જ મુસાફરીનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી અનાવશ્યક મુશ્કેલીઓ અને સમયના બગાડથી બચી શકાય…

Content Copying Forbidden !!

error: Content is protected !!