કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સિપાઈ શેરીમાં જુગાર રમતા 5 પકડાયા

સિપાઈ શેરીમાં જુગાર રમતા 5 પકડાયા

આરોપીમાં સિપાઈ શેરીનો કોઈ નહીં !

વાંકાનેર: સિપાઈ શેરીમાં હુસેનભાઈ જીંદાણીના ઘર પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા પાંચ જણાને જુગાર રમતા સીટી પોલીસે પકડેલ છે, જેમાં સિપાઈ શેરીનો રહીશ કોઈ આરોપી નથી…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર સિપાઈ શેરીમાં હુસેનભાઈ જીંદાણીના ઘર પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં બેસી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૧૮,૦૫૦/- સાથે 5 આરોપીઓ મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે, આરોપીઓના નામ નીચે મુજબ છે….
(1) મુકેશભાઈ ભોગીલાલ શાહ (ઉ.59) રહે. જીનપરા શેરી નં બે (2) જયેશભાઈ હરગોવિદભાઈ મજેઠીયા (ઉ. 59) રહે. જીનપરા રંગવાળી શેરી (3) વિપુલભાઈ ચંદ્રકાંતભાઈ કોટેચા (ઉ. 50) રહે. પ્રતાપચોક (4) ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમભાઈ સુમરા (ઉ. 50) રહે. જીનપરા શેરી નં બે (5) આસીફભાઈ ઇકબાલભાઈ માડકીયા રહે. ઘાંચી શેરી મોરબી…

Content Copying Forbidden !!

error: Content is protected !!