દલડી કારખાનામાં બનેલો બનાવ
વાંકાનેર: તાલુકાના દલડી ગામની સીમમાં વાસણ ધોવા જેવી નજીવી બાબતમાં બહેનો વચ્ચે થયેલી બોલાચાલી બાદ માઠું લાગી આવતા એક ૧૭ વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે..

મળેલ માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના દલડી ગામની સીમમાં આવેલા ‘કોલીટી મીનરલ્સ’ નામના કારખાનાની મજૂર ઓરડીમાં રહેતી શિવાની સમરીયા નીનામા (ઉંમર વર્ષ ૧૭) ને તેની નાની બહેન બીના સાથે વાસણ ધોવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હોય, જે વાતનુ માઠું લાગી આવતા આવેશમાં આવીને સગીરાએ ઓરડીમાં પોતાના ડ્રેસના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

