વાંકાનેરમાં 24 કલાકમાં 1 ઇંચ વરસાદ
વર્લી ફીચરના આંકડા લખતા મિલ પ્લોટમાં પકડાયો
વાંકાનેર: રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ (NALSA), નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે વાંકાનેર ખાતે આગામી તા. ૧૧/૭ ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો (MACP મેટર્સ), ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આરના કેસો, હિન્દુ લગ્ન ધારો, મજુર અદાલતના કેસો, ટ્રાફીક ઇ-ચલણને લગતા પ્રિ-લીટીગેશનના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેન્કના વિગેરે વીજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મુકી શકાય છે અને પક્ષકારોએ લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો તે જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, જિલ્લા ન્યાયાલય મોરબી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતીનો સંપર્ક કરવાનો રહેશે.
વાંકાનેરમાં 24 કલાકમાં 1 ઇંચ વરસાદ
મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરમાં છેલ્લા 24 કલાકમાં 25 એમએમ એટલે કે 1 ઇંચ વરસાદ પડયો છે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડયાના અહેવાલ છે…
વર્લી ફીચરના આંકડા લખતા મિલ પ્લોટમાં પકડાયો
વાંકાનેર: મીલ પ્લોટ ડબલ ચાલીના નાકા પાસે વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા નરેશ પ્રેમજીભાઈ બાવળીયાને પોલીસ ખાતાએ રૂા.૨૨૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ નોધ્યો છે….

