મહેસૂલ વિભાગ જાહેરનામું
કુલ જમીન ક્ષેત્રફળ 2-92-89 સંપાદિત
GUJARAT GOVERNMENT GAZETTE, EX, 09-02-2026
અધિનિયમની કલમ-૪૩ નેઠળ નિયુકત કરવામા આવેલ વહીવટદારની વિગતો નીચે મુજબ છે:
– પ્રાંત અધિકારીશ્રી, વાંકાનેર
(૨) આ જમીનમાં હિત ધરાવતી તમામ વ્યક્તિઓને આથી જાણ કરવામાં આવે છે કે, કોઈપણ સર્વેયરને અથવા અન્ય કર્મચારીઓને આ જમીન પર દાખલ થવા અને જમીનનો સર્વે કરતા અટકાવવા નહિં. આ જાહેરનામું બહાર પડ્યા બાદ, કલેક્ટરશ્રીની પરવાનગી વગર આ જમીનની કે તેના કોઈ ભાગની વેચાણ, ભાડાપટે આપવી, ગીરવે મૂકવી, નામ બદલવું અથવા નોંધણીમાં ફેરફાર કરવા સહિત કોઈપણ સ્વરૂપે કરવામાં આવેલી લેવડદેડને, જમીનના જે ચોક્કસ ભાગનું આખરી સંપાદન કરવામાં આવે તેવું, અધિનિયમની કલમ-૨૭ હેઠળ વળતર આકારતી વખતે, સંબંધિત અધિકારી ધ્યાનમાં લેશે નહિ.
(૩) ગુજરાત સરકારને જો ઉપર જણાવેલ જાહેર હેતુ માટે જમીન સંપાદન કરવા અંગે સંતોષ થશે તો, અધિનિયમની કલમ-૧૯ હેઠળ, અધિનિયમમાં નિયત કરેલ સમયમર્યાદાની અંદર અને તેમાં જણાવેલી રીતે આખરી જાહેરનામું બહાર પાડશે. જો સંપાદન કરવાનું આંશિક રીતે અથવા પૂરેપૂરી રીતે રદ કરવામાં આવે, તો આવી હકિકત, અધિનિયમની જોગવાઈ મુજબ યોગ્ય રીતે જાહેર કરવાની રહેશે.
(૪) જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુર્નવસવાટ અધિનિયમમાં વ્યાજબી વળતર અને પારદર્શક્તા અધિકાર અપિનિયમ-૨૦૧૩ (૨૦૧૩નો ૩૦મો)ની કલમ-૩(જી) હેઠળ મળેલી સત્તાની રૂએ, રાજ્ય સરકાર, આ જમીનોના સંબંધમાં આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાર્ય કરવા અને ફરજો બજાવવા માટે પ્રાંત અધિકારીશ્રી, વાંકાનેરને વાંકાનેર તાલુકા માટે જમીન સંપાદન અધિકારી તરીકે નીમે છે.
(૫) આ જાહેરનામા પ્રસિદ્ધિની તારીખથી ૬૦(સાઈઠ) દિવસની અંદર આ અધિનિયમની કલમ-૧૫ મુજબ સંપાદન બાબતે હિત ધરાવતી વ્યક્તિને જો કોઈ વાંધો હોય તો તેઓ કલમ-૧૫ હેઠળ પ્રાંત અધિકારીશ્રી, વાંકાનેરની કચેરીને રજૂઆત કરી શકશે.
અનુસૂચિ
ગામ, અમરસર તા. વાંકાનેર જિ. મોરબી
(1) સર્વે નંબર (2) સંપાદન હેઠળની જમીનનું ક્ષેત્રફળ (હે.આરે.ચો.મી)
સર્વે નંબર ૧૧૫/૧
સર્વે નંબર ૧૧૫/૧ પૈકી ર
સર્વે નંબર ૧૧૫/ર પૈકી ૩
જમીનનું ક્ષેત્રફળ: 0-00-17
સર્વે નંબર ૧૧૬/૧ પૈકી ૧
સર્વે નંબર ૧૧૬/૧ પૈકી ર
સર્વે નંબર ૧૧૬/૧ પૈકી ૩
જમીનનું ક્ષેત્રફળ: 0-15-83
સર્વે નંબર ૧૧૭ પૈકી ૧
જમીનનું ક્ષેત્રફળ: 0-15-68
સર્વે નંબર ૧૧૮ પૈકી ૧
સર્વે નંબર ૧૧૮ પૈકી ર
જમીનનું ક્ષેત્રફળ: 0-03-61
સર્વે નંબર ૬૪/૧/પૈકી ૧
સર્વે નંબર ૬૪/૧/પૈકી ૨
સર્વે નંબર ૬૪/ર
સર્વે નંબર ૬૪/૩ પૈકી ૨
સર્વે નંબર ૬૪/૪
જમીનનું ક્ષેત્રફળ: 0-00-23
સર્વે નંબર ૬૫ પૈકી ૧/પૈકી ૧/પૈકી ૧
સર્વે નંબર ૬૫ પૈકી૧/પૈકી ૧/પૈકી ૨
સર્વે નંબર ૬૫ પૈકી ૪/પૈકી ૧
સર્વે નંબર ૬૫ પૈકી ૪/પૈકી ર/ પૈકી ૧
જમીનનું ક્ષેત્રફળ: 0-48-40
સર્વે નંબર ૧૬૬ પૈકી ૧
જમીનનું ક્ષેત્રફળ: 0-00-23
સર્વે નંબર ૧૬પ/ર પૈકી ૧
સર્વે નંબર ૧૬પ/ર પૈકી ર
જમીનનું ક્ષેત્રફળ: 0-67-39
સર્વે નંબર ૧૬૭/૧ પૈકી ૧
સર્વે નંબર ૧૬૭/૧ પૈકી ર/પૈકી ૧
સર્વે નંબર ૧૬૭/ર પૈકી ૧
જમીનનું ક્ષેત્રફળ: 0-51-70
સર્વે નંબર ૧૬ર/૧
સર્વે નંબર ૧૬ર/ર પૈકી ૧
સર્વે નંબર ૧૬ર/ર પૈકી ર
જમીનનું ક્ષેત્રફળ: 0-04-82
સર્વે નંબર ૧૬૩/૧
સર્વે નંબર ૧૬૩/ર
જમીનનું ક્ષેત્રફળ: 0-65-40
સર્વે નંબર ૧૬૮ પેકી ૧
સર્વે નંબર ૧૬૮ પેકી ર
જમીનનું ક્ષેત્રફળ: 0-00-23
સર્વે નંબર ૧૬૦ પેકી ૧
સર્વે નંબર ૧૬૦ પેકી ર
જમીનનું ક્ષેત્રફળ: 0-00-23
સર્વે નંબર ૧૬૧
જમીનનું ક્ષેત્રફળ: 0-00-17
સર્વે નંબર ૧૬૪/૧
સર્વે નંબર ૧૬૪/ર પૈકી ૧
સર્વે નંબર ૧૬૪/ર પૈકી ર
સર્વે નંબર ૧૬૪/ર પૈકી ૩
સર્વે નંબર ૧૬૪/ર પૈકી ૪
જમીનનું ક્ષેત્રફળ: 0-00-23
સર્વે નંબર ૬૬ પૈકી ૧
સર્વે નંબર ૬૬ પૈકી/૩ પૈકી ૧
સર્વે નંબર ૬૬ પૈકી/૩ પૈકી ર
જમીનનું ક્ષેત્રફળ: 0-18-57
કુલ ક્ષેત્રફળ 2-92-89
મહેસૂલ વિભાગ જાહેરનામું
સચિવાલય, ગાંધીનગર, ૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૨૦૨૬
(જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુર્નવસનમાં વ્યાજબી વળતર અને પારદર્શક્તા અધિકાર અધિનિયમ, ૨૦૧૩) (૨૦૧૩નો ૩૦મો)
જિલ્લો : મોરબી
ક્રમાંક: અમ-મ-૨૦૨૬-૧૨૭-જમબ-૧૪૨૦૨૫-૨૭૯-ચ:- જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુર્નવસવાટ અધિનિયમમાં વ્યાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ-૨૦૧૩ (૨૦૧૩નો ૩૦મો) (હવે પછી તેનો ઉલ્લેખ “અધિનિયમ” તરીકે કરવામાં આવશે)ની કલમ-૧૧ની પેટા કલમ(૧) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરીને ગુજરાત સરકાર આથી જાહેર કરે છે કે, આ સાથે જોડેલ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ જમીનની જાહેર હિતમાં, “વાંકાનેર થી કુવાડવા રોડ પર (એલ.સી.૯૭) રેલ્વે ઓવરબ્રીજના બાંધકામ માટે”ના જાહેરહેતુ માટે સંપાદિત કરવાની જરૂર છે.
(૧) આથી જાહેર કરવામાં આવે છે કે,
ઉપર જણાવેલ પ્રોજેક્ટ માટે જરૂરી જમીનનું કુલ ક્ષેત્રફળ હે.આરે. ૦૨-૯૨-૮૯ ચો.મી. છે અને તે મોજે. અમરસર, તા.વાંકાનેર, જિ.મોરબીમાં આવેલ છે.
(ર) ઉપર જણાવેલ પ્રોજેક્ટમાં નીચે મુજબના જાહેર હિતનો સમાવેશ થાય છે. વાંકાનેર થી કુવાડવા રોડ પર (એલ.સી.૯૭) રેલ્વે ઓવરબ્રીજના બાંધકામ માટેના કામે
(૩) અસરગ્રસ્ત વ્યક્તિઓને ખસેડવાની જરૂરના કારણો નીચે મુજબ છે:
વાંકાનેર થી કુવાડવા રોડ પર (એલ.સી.૯૭) રેલ્વે ઓવરબ્રીજનાં બાંધકામ” માટે અનુસૂચિત વિસ્તારની જમીન સંપાદનના કારણે.
(૪) ગુજરાત અધિનિયમ- ૧૨/૨૦૧૬ થી દાખલ કરેલ કલમ-૧૦ એ હેઠળ મહેસૂલ વિભાગ, ગુજરાત સરકારના તા.૦૩/૦૩/૨૦૨૫ ના જાહેરનામા ક્રમાંક : અમ-મ-૨૦૨૫-૧૩૯-જમબ-૧૪૨૦૨૫-૨૭૯-ચ થી મુક્તિ આપવામાં આવેલ છે. આ ઉક્ત અધિનિયમની કલમ-૧૦એ હેઠળ સામાજિક અસરોના મૂલ્યાંકનનો સંક્ષિપ્ત અહેવાલ આપવો જરૂરી નથી.
-રાજ નમેરા
અન્ડર સેક્રેટરી ટુ ગવર્નમેન્ટ
