કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મોરબી બાયપાસ માટે જમીન સંપાદનનો પ્રારંભ

મોરબી બાયપાસ માટે જમીન સંપાદનનો પ્રારંભ

સાંસદોની માંગનો સ્વીકાર

કેન્દ્ર સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

વાંકાનેર તાલુકાના ઓળ, ભીમગુડા, માટેલ, જામસર, મક્તાનપર, આણંદપર, વિઠ્ઠલપર, જેતપરડા, વઘાસીયા, પાડધરા, ભોજપરા, ભાયાતી જાંબુડિયા ની જમીનનો સમાવેશ
વાંધા રજૂ કરવા 21 દિવસનો સમય

વાંકાનેર: મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 27 (NH-27) પર પ્રસ્તાવિત મોરબી બાયપાસના વિકાસ માટે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જમીન સંપાદન પ્રક્રિયાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. તા. 7/5/2026 ના રોજ ભારતના રાજપત્ર (Gazette of India) માં જાહેરનામું પ્રસિદ્ધ કરીને સંબંધિત જમીન સંપાદિત કરવાની ઈચ્છા જાહેર કરવામાં આવી છે.

જાહેરનામા મુજબ બાયપાસ માટે કિમી 0 થી 51.128 સુધીના વિસ્તારમાં આવતી જમીનો સંપાદિત કરવામાં આવશે. આ વિસ્તારમાં હળવદ તાલુકાના ડુંગરપુર, માણેકવાડા, રતાભેર અને શિવપુર, મોરબી તાલુકાના અંદરાણા, ગાળા, હરિપર, જીવાપર (ચ), કેરાળા, ખરેડા, નીચી માંડલ, શાપર અને વાંકડા, તેમજ વાંકાનેર તાલુકાના ઓળ, ભીમગુડા, માટેલ, જામસર, મક્તાનપર, આણંદપર, વિઠ્ઠલપર, જેતપરડા, વઘાસીયા, પાડધરા, ભોજપરા, ભાયાતી જાંબુડિયા સહિતના ગામોની જમીનનો સમાવેશ થાય છે.

જાહેરનામા અનુસાર, જે કોઈ જમીનધારક અથવા રસ ધરાવતી વ્યક્તિને આ સંપાદન અંગે વાંધો હોય તેઓ ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી 21 દિવસની અંદર લેખિતમાં સક્ષમ અધિકારી (SLAO, કલેક્ટર કચેરી, મોરબી) સમક્ષ પોતાનો વાંધો રજૂ કરી શકશે. ત્યારબાદ સક્ષમ અધિકારી દ્વારા સુનાવણી કરીને નિયમ મુજબ નિર્ણય લેવામાં આવશે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં મોરબી શહેરમાંથી પસાર થતા ભારે વાહનવ્યવહારનું ભારણ ઘટશે અને હળવદ તાલુકાના 4, વાંકાનેર તાલુકાના 12 અને મોરબી તાલુકાના 11 ગામડાની જમીન કપાશે. તથા આસપાસના વિસ્તારોને વધુ ઝડપી અને સલામત માર્ગ સુવિધા ઉપલબ્ધ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે તા: 21/03/25 વાંકાનેર મોરબી નવો બાયપાસ બનાવવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તથા વિનોદભાઈ ચાવડા દ્વારા મોરબી માટે નવો બાયપાસ રોડ બનાવવાની રજૂઆત કરાઇ હતી. સાંસદોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 પર વધતી સમસ્યાઓ,

ટ્રાફિકના ભારને ધ્યાને લેતા નવા બાયપાસ રોડની જરૂરિયાત વિષે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને માહિતગાર કર્યા હતા. ગડકરીએ રજૂઆતને સાંભળી, મોરબી માટે બાયપાસ રોડના વિકલ્પો અંગે તકો નિરીક્ષવા ખાતરી આપી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!