કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પ્રોહિબિશનના ગુનાનો આરોપીને પકડતી LCB

પ્રોહિબિશનના ગુનાનો આરોપીને પકડતી LCB

મેસરીયા નાની સિંચાઇ યોજનાના તળાવનો વાલ્વ કોઈ તોડી ગયું

વઘાસીયા ટોલનાકા પાસે વાહન અકસ્માત

વાંકાનેર: મોરબી LCBના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. બી.ડી.ભટ્ટ, વી.જી.માલાણી અને LCBની ટીમ તપાસમાં હતી. આ દરમિયાન LCB ટીમને ખાનગી રાહે ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળી હતી કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાનો આરોપી વાંકાનેર બાઉન્ડ્રી ખાતે હાજર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપી ભનુભાઈ ઉર્ફે ખોડુભાઈ બહાદુરભાઈ ગોવાળિયા (ઉંમર વર્ષ 33, ધંધો-ખેતી, રહે. ખટડી, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) ને ઝડપી પાડયો હતો.

પકડાયેલા આ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન કલમ 65(ઈ), 81, 98(2) તથા BNS કલમ 336(2), 336(3), 340(2) અને MV એક્ટ કલમ 181(1) મુજબ ગુનો નોંધાયેલો હતો અને તે લાંબા સમયથી નાસતો ફરતો હતો. મોરબી LCB ટીમે આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

મેસરીયા નાની સિંચાઇ યોજનાના તળાવનો વાલ્વ કોઈ તોડી ગયું
વાંકાનેરના મેસરીયા ગામે નાની સિંચાઇ યોજનાના તળાવમાં ગત વર્ષે આવારા તત્વો દ્વારા તળાવના વાલ્વને તોડી નાખવામાં આવ્યો હતો. ગત વર્ષે ગ્રામજનો કે જવાબદાર સિંચાઇ વિભાગ દ્વારા આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. ફરિયાદ ન થવાને કારણે આવા તત્વોના હોસલા વધી ગયા હોય તેમ, ચાલુ વર્ષે ફરી એકવાર વાલ્વ તેમજ આરસીસીના પિલર તથા સેફટી ગ્રીલને તોડીને સરકારી મિલકત અને ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તળાવમાંથી ખેડૂતો પોતાના પાક માટે પાણીનો ઉપયોગ ન કરી શકે તેવા ચોક્કસ અંગત ફાયદા અને દ્વેષભાવ સાથે આ તોડફોડ કરી હોવાનું મનાઈ રહ્યું છે. ખેડૂતોના આર્થિક હિત સાથે ચેડાં કરનારા તત્વોને પાઠ ભણાવવા માટે આ વખતે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વઘાસીયા ટોલનાકા પાસે વાહન અકસ્માત
વઘાસીયા ટોલનાકા પાસે લાલપર (મોરબી) ગામે શૈલેષ કાંટા નજીક વાહન અકસ્માત થયો હતો. બીજા બનાવમાં વાંકાનેર હાઇવે સરતાનપર ચોકડી પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા વિનોદ દેવજીભાઇ ચૌહાણ રહે. સો ઓરડી વિસ્તાર સામાકાંઠે (મોરબી) ને ઇજાઓ થતાં સિવિલ હોસ્પીટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!