કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પાડોશીએ ધક્કો મારતા છાતીમાં મુઢ ઇજા

પાડોશીએ ધક્કો મારતા છાતીમાં મુઢ ઇજા

મિલ પ્લોટનો બનાવ

વાંકાનેર: ડો.દેલવાડીયા સાહેબના દવાખાના પાછળ, પરશુરામ પોટરીના ખુણે રહેતા કોળી વૃદ્ધના પાડોશી અંદરો અંદર માથાકુટ કરતા હોય વૃદ્ધને લાગેલ કે, પોતાના પૌત્ર સાથે માથાકુટ થાય છે. આથી પૌત્રને બોલવવા જતા આ ત્રણેય આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી છાતીમા ધક્કો મારી નીચે પાડી દઈ છાતીના ભાગે મુઢ ઈજા પહોંચી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુન્હો નોંધાયો છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર ડો.દેલવાડીયા સાહેબના દવાખાના પાછળ, પરશુરામ પોટરીના ખુણે રહેતા મનજીભાઇ છનાભાઇ સોંલકી જાતે કોળી (ઉ,વ,૭૪) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમાં બે દિકરા ભરતભાઇ તથા અશોકભાઇ છે. તા. ૧૧/૦૪/૨૦૨૬ ના

બપોરના સાડા ત્રણેક વાગ્યે મારી બાજુમાં રહેતા નિલેશભાઇ ગુગડીયા, સાહીલભાઇ ગુગડીયા તથા દિવ્યેશભાઈ ગુગડીયા અંદરો અંદર માથાકુટ કરતા હોય અને મને એવુ લાગેલ કે, મારો પૌત્ર દિલીપ સાથે માથાકુટ થાય છે આથી હું તેના ઘર પાસે જઈને કહેલ કે ‘દિલીપ ઘરની

બહાર આવતો રહે’ પણ દીલીપ ન હોય અને ઘરમાંથી ત્રણેય બહાર આવેલ અને જેમ જેમ ફાવે તેમ ગાળો બોલાવા લાગેલ, મેં ગાળો આપવાની ના પાડતા નિલેશ અચાનક ઉશ્કેરાઈ ગયેલ અને મને છાતીમાં ધક્કો મારતા હું નીચે પડી ગયેલ અને દિવ્યેશે કહેલ કે ‘તમારે અંહીથી જ નીકળવાનુ છે, ધ્યાન રાખજો અમારી માથાકુટમા ફરીથી પડતા નહી- નહી તો જાનથી મારી નાખશુ’

હું ઉભો થઈને અમારા ઘરે જતો રહેલ અને બનાવ બાબતે મે મારા પૌત્ર દિલીપને વાત કરેલ હતી અને મને રાત્રીના અચાનક છાતીમાં દુ:ખાવો થવા લાગતા સરકારી હોસ્પીટલ વાંકાનેર લઈ ગયેલ હતા
પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ-૧૧૫(૨),૩૫૨,૩૫૧(૩), ૫૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…..

Content Copying Forbidden !!

error: Content is protected !!