કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પાંચદ્વારકા ગામની પહેલ રંગ લાવે છે

પાંચદ્વારકા ગામની પહેલ રંગ લાવે છે

ત્રણ ગામે કર્યો પ્રતિબંધ

પીપળિયારાજ અને પ્રતાપગઢમાં પણ નમકીન પેકેટ ચિંગમ મીઠી સોપારી બંધ

અભિનંદન

વાંકાનેર: વ્યસન એક ભયંકર વસ્તુ છે, શરૂઆત પછી ધીમે ધીમે વ્યસન હાવી થઇ જાય છે, એક જાણકાર ડોકટરના જણાવ્યાનુસાર જેમ નાનું બાળક માટી ખાય કે ગર્ભવતી મહિલાને ખાટું ખાવાની ઈચ્છા જાગે તેમ વ્યસનીને લત લાગી જાય છે કારણ કે એમનું લોહી જ એ ઝંખવા માંડે છે, વ્યસન મુક્તિના કેંપ પણ ચાલી રહ્યા છે, પણ લત છોડવી સહેલી નથી હોતી…

વાંકાનેર તાલુકામાં પાંચદ્વારકા ગામના સમજુ અને અંગત નફાનો વિચાર છોડી સામાજિક ફાયદાને લક્ષમાં રાખી નમકીન પેકેટ ચિંગમ મીઠી સોપારી વેચવાનો પ્રેરણાદાયક નિર્ણય કર્યો, જેને અનુસરીને તાલુકાના પીપળિયારાજ અને પ્રતાપગઢમાં વેપારીઓએ પણ નિર્ણય કર્યો, તે સૌ અભિનંદનને પાત્ર છે, સામાજિક બદલાવ કાયદાથી નહીં, પણ ખુદ જે તે સમાજે જ કરવો પડે છે નુકસાન કરતી વસ્તુ પર પ્રતિબંધ બધા જ ગામ લોકોએ સાથે મળીને નિર્ણય કરવાનો રહે છે આવો નિર્ણય ભાગ્યેજ કોઈ તોડતા હોય છે..
આ ત્રણ ગામ પછી આ ઝુંબેશ બીજા ગામોમાં પણ આગળ વધે, એવું ઇચ્છીએ….

Content Copying Forbidden !!

error: Content is protected !!