કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઢુવા પાસે બે મોટર સાયકલને ટ્રક હડફેટે ઇજા

ઢુવા પાસે બે મોટર સાયકલને ટ્રક હડફેટે ઇજા

જુના રાજાવડલાના બે જણાને ઇજા

ભલાઈ કરવા જતા મકનસરના શખ્સને પણ ઇજા
ખોટકાયેલ મોટર સાયકલને બીજા મોટર સાયકલ પાછળ દોરડાથી બાંધી જતા હતા

વાંકાનેર: તાલુકાના જુના રાજાવડલાના મોટર સાયકલ લઇને બે જણા માટેલ માતાજીના દર્શન કરવા જતા રાણેકપરના પાટિયા પાસે મોટર સાયકલ બંધ પડી ગયેલ ત્યારે એક અજાણ્યા મોટરસાયકલ વાળા ભાઇએ મોટર સાયકલ એમના મોટર સાયકલ સાથે પાછળ દોરડાથી બાંધીને ઢુવા સુધી જવાની વાત કરતા રોડની સાઇડમાં મોટરસાયકલ ચલાવી જતા હતા ત્યારે પાછળથી આવતા ટ્રકચાલકે પાછળથી હડફેટે લઈ ઠોકર મારતા અકસ્માત થયેલ રાજાવડલાના એકને ગંભીર ઇજા થતા રાજકોટ લઇ લઇ ગયેલ છે અજાણ્યા માણસને પણ ઇજા થઇ હતી…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જુના રાજાવડલા ગામે રહેતા સંજયભાઈ બાબુભાઈ સોલંકી (ઉ.વ.૩૩) એ ફરીયાદમાં લખાવેલ છે કે ૨૯/૦૭/૨૦૨૬ ના રોજ પોતાનું મોટર સાયકલ ૨જી. નંબર જીજે-૩૬-ઇ-૩૫૫૭ વાળુ લઇને એમના મિત્ર માવજીભાઈ દલાભાઈ ચાવડા (ઉ.વ.૭૫) રહે. રાજાવડલા વાળા બન્ને માટેલ માતાજીના દર્શન કરવા માટે નીકળેલ અને બપોરના સાડા અગિયારેક બાર વાગ્યે વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ પર હીમાલીયા પ્લાઝા પાસે પહોંચતા મોટર સાયકલ બંધ પડી ગયેલ તેઓ પગેથી ધકો મારીને દોરીને ચલાવી જતા હતા ત્યારે એક અજાણ્યા મોટરસાયકલ વાળા ભાઇએ મોટર સાયકલ એમના મોટર સાયકલ સાથે પાછળ દોરડાથી બાંધીને ઢુવા સુધી જવાની વાત કરેલ
જુના રાજાવડલાના બે અને અજાણ્યા ભાઇએ રોડની સાઇડમાં મોટરસાયકલ ચલાવી જતા હતા ત્યારે પાછળથી આવતા એક ટ્રકચાલકે ટ્રક પુર ઝડપે અને બેદરકારીથી બન્ને મોટર સાયકલને પાછળથી હડફેટે લઈ ઠોકર મારતા અકસ્માત થયેલ અને ત્રણેય જણા રોડ પર પછડાયેલ અને માવજીભાઈને જમણા પગમાં ધુટીના ભાગે તથા માથાના ભાગે ઇજા થયેલ હતી, લોહી નીકળતુ હતુ અને ફરિયાદીને શરીરે છોલછાલની ઇજા થયેલ હતી તથા અજાણ્યા શખ્સનું મોટર સાયકલ રજી નંબ૨ જીજે-૩૬-કયુ-૭૦૪૬ વાળા સુખદેવભાઇ પાટડીયા રહે. મકનસર તા.જી.મોરબી વાળાને પણ માથાના ભાગે ઇજા થયેલ
૧૦૮ ને ફોન કરેલ, અકસ્માત કરનાર ટ્રક રજી નંબર જીજે-૧૫-એવી-૫૧૦૮ ત્યાં આગળ ઉભો ૨હી ગયેલ, ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરિયાદીને તથા માવજીભાઈને વાંકાનેર ખાનગી દવાખાને સારવારમાં લઇ આવેલ
માવજીભાઈને ગંભીર ઇજા થયેલ હોય વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં તેને તેના સગા યશભાઇ રમેશભાઇ ચાવડા મોરબી લઈ ગયેલ, ત્યાંથી રાજકોટ લઇ લઇ ગયેલ છે પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહીત ૨૦૨૩ ની કલમ-૨૮૧, ૧૨૫(એ-બી)તથા એમ,વી, એકટ, કલમ-૧૭૭, ૧૮૪, મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે..

Content Copying Forbidden !!

error: Content is protected !!